મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આર.સી. ફળદુની અધ્યક્ષતામાં અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા ઉત્તર ગુજરાતના 7 જિલ્લાની સંકલન બેઠક યોજવામાં આવી છે. જેમાં તમામ જિલ્લા હોદેદારો સહિત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
ભાજપના જિલ્લા અધ્યક્ષની નિમણૂંક માટે, મહેસાણા સહિત ચાર ઝોનમાં બેઠક યોજાઈ - ભાજપ કાર્યાલય કમલમ
મહેસાણા: જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મંગળવારે ઉત્તર ઝોનના ચાર જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં પ્રદેશના જિલ્લાઓમાં જિલ્લા ભાજપ અધ્યક્ષની નવીન પસંદગી સહિતની બાબતે સમીક્ષા કરવામાં આવી છે.
આ બેઠકમાં ભાજપ દ્વારા પ્રદેશમાં વિવિધ જિલ્લાના નવીન અધ્યક્ષોની નિમણૂંક મામલે સમીક્ષા કરવામાં આવી છે. બીજી તો પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં 4 ઝોનમાં જિલ્લા પ્રમુખોની નિમણૂંક માટે સંકલન સમિતિઓ આગેવાનો અને મંડળોની સેન્સ લેવામાં આવી છે.
આ સેન્સ પ્રક્રિયા બાદ તમામ રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સમિતિને રહું કરાશે. જે આધારે રાજ્યમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકેના નામને નિમણૂંક આપવામાં આવશે. પ્રદેશમાં હાલમાં જિલ્લા પ્રમુખો અને મંડળોની રચના માટે મહત્વની કામગીરી હાથ પર લેવામાં આવી છે. ત્યારે આગામી ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ સમિતિ દ્વારા કરાયેલા ફેરફાર અને નવા નામોની જાહેરાત પણ થઈ શકે છે.