રાજકારણ અને સત્તાના સુકાનમાં ભાજપનો સૂર્ય મધ્યસ્તે છે. ત્યારે રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણી જીતવા પણ ભાજપ ચૂંટણી પહેલા જીતની ગેલમાં છે. ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરને જીતાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે ખેરાલુ બેઠક મતવિસ્તારમાં આવતા સતલાસણા તાલુકાના મતદારોને રિજવવા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના સભ્યો દ્વાર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણી સહિત અનેક સ્થાનિક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
દેશનો નાગરિક ક્યારે જાગશે...? નેતાઓને પણ ખાવુ છે અને પ્રજાને પણ માત્ર 'ખાવું' જ છે - ગુજરાતમાં પેટા ચૂંટણી
મહેસાણાઃ ખેરાલુ પેટા ચૂંટણી જંગ માટે ભાજપની સતલાસણામાં સભા યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અનેક સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. આ દરમિયાન જીતુ વાઘાણીના ભાષણ વખતે શ્રોતાઓ સભા છોડી જમણવારમાં ભાગવા લાગ્યા હતા.
![દેશનો નાગરિક ક્યારે જાગશે...? નેતાઓને પણ ખાવુ છે અને પ્રજાને પણ માત્ર 'ખાવું' જ છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4743542-thumbnail-3x2-jituji.jpg)
આ જાહેર સભામાં સતલાસણા ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવતા કોંગ્રેસના 6 કાર્યકર્તાઓને ભાજપમાં સામેલ કરી પ્રદેશ અધ્યક્ષના હસ્તે કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. તો બીજી તરફ જીતુ વાઘાણીએ કોંગ્રેસને જુઠ્ઠાણી પાર્ટી ગણાવી કોંગ્રેસ પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત પક્ષપલટા અંગે ભાષણ આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
ખેરાલુ પેટા ચૂંટણી એટલે કે મહેસાણા જિલ્લાના પછાત વિસ્તારના તાલુકાઓના વિકાસનું ભાવિ નક્કી કરવા જેવી વાત છે. જો કે અહીં શિક્ષણને ખાસ પ્રાધાન્ય ન અપાયું નથી. ભાજપની સભામાં આવેલા શ્રોતાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ચાલુ ઉદ્ધબોધનમાં જ અધવચ્ચે જમણવાર તરફ ચાલવા લાગ્યા હતા. જે દ્રષ્યો જોતા ભાજપની આ જાહેર સભામાં આવેલી વસ્તી સભામાં જમણવાર માટે જ આવી હોય તેવું સ્પષ્ટ થતું હતું. ત્યારે અહીં સવાલ એ છે કે આખરે દેશના ભાવિનો ઘડનાર ભારતનો નાગરિક મતદાર ક્યારે જાગશે અને ક્યારે દેશના હિતમાં મતદાન કરશે..?