મહેસાણા જિલ્લાની ઓળખ રાજકીય પ્રયોગશાળા બની બેઠી છે, ત્યારે આ વખતે મહેસાણા લોકસભા અને ઊંઝા પેટા વિધાનસભાની ચૂંટણીમાં ખરા અર્થમાં આ પ્રયોગશાળામાં અવનવા સમીકરણો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના દિગગજ નેતાઓ પણ ઊંઝા પહોંચી ઉમેદવારોને જીતાડવા સભા યોજી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા.
ભાજપ આતંકવાદ અને શહીદોના નામે રાજનીતિ કરી રહી છેઃ સિદ્ધાર્થ પટેલે
મહેસાણાઃ લોકસભા ચૂંટણીની સાથે જ બહુચર્ચિત ઊંઝા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે ઊંઝામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યુ કે, ભાજપ પાસે ચૂંટણી માટે કોઈ મુદ્દા ન હોવાનું નિવેદન કર્યું છે.
ઊંઝામાં કોંગ્રેસની જાહેરસભા
બુધવારે સાંજે ઊંઝાના વાડીપરા ચોકમાં કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે ઉમેદવાર કામું પટેલ અને એ.જે. પટેલને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે એકપણ વખત કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ આશા પટેલનું નામ ઉલેખ્યું ન હતુ. વધુમાં તેમણે કહ્યુ કે, ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે કોઈ મુદ્દા ન હોવાથી આતંકવાદ અને શહીદોના નામે રાજનીતિ કરી રહી છે. આ વખતે ગુજરાતમાંથી મહત્તમ બેઠક પર કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.