ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે 38 નામો જાહેર કર્યા - Tickets to Sarpanch and experienced worker

મહેસાણામાં ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 42 પૈકી 38 બેઠકો પર ઉમેદવારની પસંદગી થઇ ગઇ છે અને 4 બેઠરકો પર હજી નામ જાહેર કરવાના બાકી છે.

મહેસાણા જિલ્લા પંચાયત
મહેસાણા જિલ્લા પંચાયત

By

Published : Feb 13, 2021, 1:59 PM IST

  • ગત ટર્મમાં કોંગ્રેસ શાસનમાં હતી
  • ભાજપની કુલ 38 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત
  • 4 બેઠકો પર હજુ પણ નામ જાહેર કરાયા નથી

મહેસાણા : જિલ્લા પંચાયતની ગત ટર્મમાં કોંગ્રેસના શાસનમાં હતી. આ વખતે ભાજપે પ્રમુખ પદની ત્રણ બેઠકો સહિત કુલ 38 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગત ટર્મમાં જીતેલા 9 પૈકી એક પણને ટિકિટ આપવામાં આવી નથી.

સરપંચ તથા અનુભવી કાર્યકરને ટિકિટ

મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિની બેઠક છે. તેથી જિલ્લામાં ત્રણ બેઠક નાની કડી, કૈયલ અને કાંસા એન.એ. અનુસૂચિત જાતિની હોવાથી કાંસા એન.એ.માં સરપંચ અમિસાબેન પરમાર અને કૈયલમાં અનુભવી કાર્યકર અરુણાબેન પરમાર અને નાની કડી માટે પરહલાદભાઈ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેઓ ભાજપની બોડી બનશે તો ત્રણ પૈકી બે ને અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ મળશે.

ABOUT THE AUTHOR

...view details