ખેરાલુ બેઠકમાં ખેરાલુ, સતલાસણા અને વડનગર એમ કુલ ત્રણ તાલુકાનો મત વિસ્તાર છે અને આ બેઠક પર ભાજપનો કબજો સતત રહ્યો છે. સતલાસણામાં ધરોઈ ડેમ અને ખેરાલુ તાલુકામાં ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ બન્ને ખેતી પર નિર્વાહ કરતા લોકો માટે ખુબ મહત્વના છે. અહી પ્રજાને બીજો વિકાસ તો ઠીક પરંતુ પિયત અને સિંચાઈના પાણીનો પ્રશ્ન ખુબ મહત્વનો બની રહ્યો છે. જેના હલ માટે પણ અહીંના પૂર્વ ધારાસભ્યયો પ્રયત્નશીલ રહ્યા છે, જ્યારે પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક ધારાસભ્ય ભરતસિંહ પર લોકોનો રોષ પણ હતો, પરંતુ સમય જતા પ્રશ્નને હલ થયો અને ભરતસિંહ સાંસદ તરીકે ચૂંટાયા છે.
પેટાચૂંટણી: ખેરાલુમાં ભાજપ-કોંગ્રેસ બંને પેરાશૂટ ઉમેદવારના વિરોધી...! - live election news in gujarat
મહેસાણા: જિલ્લાની 20 વિધાનસભા ખેરાલુ બેઠક ઉપર 2017માં ભાજપના ભરતસિંહ ડાભીની જીત થઈ હતી, પરંતુ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પરથી ભરતસિંહ સંસદસભ્ય બનતા ખેરાલુ બેઠક ખાલી પડી હતી. વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરનો મત વિસ્તાર ધરાવતી ખેરાલુ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આજે અહીં નોંધાયેલા 2.07 લાખ મતદારો છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંનેમાં ઠાકોર અને ચૌધરી સમાજના દાવેદારો મુખ્ય છે. આ બેઠક પર ભાજપના મુખ્ય 5 દાવેદારો છે. જેમાં રમીલાબેન દેસાઈ અને વડવગરના કેવડજી ઠાકોર દાવેદાર છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર સિવાય મુકેશ ચૌધરી અને રામજી ઠાકોર પણ મુખ્ય દાવેદારો છે.
આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈને ભાજપ ફરી એકવાર ટિકિટ આપે એવી આશા છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ઠાકોર સેના અને ક્ષત્રિય સમાજ પણ ટિકિટ માંગી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું ગત વિધાનસભા 2017ની ચૂંટણી લડવા મન બનેલું છે. બીજી તરફ ભાજપના પ્રબળ દાવેદાર રમીલા દેસાઈ ખેરાલુ અને ચીમનાબાઈ સરોવર ધારાસભ્ય પદે રહ્યાં અને સસ્પેન્ડ પણ થયા. હવે ભાજપ છોડી કોંગ્રેસ ગયેલા રમીલાબેમની ઘપવાપસી થઈ છે ત્યારે ખેરાલુની પેટા ચૂંટણી વિકાસના નહીં પણ રાજકીય માહોલમાં લડાઈ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.