મહેસાણા શહેરમાં આવેલ દૂધસાગર ડેરી માત્ર ડેરી જ નહીં પરંતુ જિલ્લા સહિત ઉતર ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સહકારી સંસ્થા છે. જ્યાં પશુપાલકોના પશુઓના લાખો લીટર દૂધને એકત્ર કરી ડેરી વિવિધ મિલ્ક પ્રોડક્ટ ભારતભરના બજારોમાં વેચે છે. ત્યારે સહકાર વિના નહિ ઉદ્ધારના વિચાર સાથે સ્થાપિત આ દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈએ સમાજમાં વસતા ખેડૂતો અને પશુપાલકો માટે શ્વેતક્રાંતિ લાવવા ડેરીની સ્થાપના કરી હતી.જે આજે એક વટવૃક્ષ તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી દૂધની આવક મેળવી જિલ્લાની દૂધ મંડળીઓને સારી આવક અપાવી રહી છે.
દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરાઈ
મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં શુક્રવારે ડેરીના સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સહકાર ક્ષેત્રે વિકાસ સાથે જોડાયેલા સૌ કોઈએ ડેરીની સ્થાપનાનો શ્રેય આપતા માનસિંભાઈ અમર રહોના નારા લગાવ્યા હતાં.
હાલમાં દૂધસાગર ડેરીમાં રાજકારણનો રંગ લાગતા ડેરીનું સહકાર ક્ષેત્ર ચહલ પહલમાં ચાલી રહ્યું છે. જોકે માનસિંહભાઈના પુત્ર વિપુલ ચૌધરીએ આજે પણ ડેરી માટે પોતાની લડત ચાલુ રાખી છે. દૂધસાગર ડેરીની સંયોગિક સંસ્થા સહયોગ દ્વારા માનસિંહભાઈના 100માં જન્મ દિવસે શતાબ્દી મહોત્સવ ઉજવાતા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વરિષ્ઠ પત્રકારો અને પી.કે લહેરી સહીત ઉપસ્થિત રહ્યા હતા. જેમણે માનસિંહભાઈની પ્રતિમાને પુષ્પની આંટી અર્પણ કરી તમને શ્રધ્ધાંજંલી આપી હતી. તો મહાનુભાવોએ મહેસાણાના સહકાર પુરુષ અને આ ડેરીના સ્થાપક માનસિંહ કાકાના જીવનમાં આવેલા ચડાવ ઉતારને યાદ કરતા તેમના સ્મરણો તાજા કર્યા હતા.
TAGGED:
dudhsagar dairy