ગુજરાત

gujarat

ETV Bharat / state

ભટાસણના પાટીદાર યુવકની અમેરિકામાં હત્યા, લૂંટની આશંકા - અમેરિકામાં હત્યા

મહેસાણાઃ અમેરિકામાં મહેસાણાના વધુ એક વ્યક્તિની હત્યાની થઇ હોવાની ઘટના સામે આવી છે. ભટાસણ ગામના યુવક અમેરિકાના મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા પહોંચ્યા તે સમયે જ સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારુએ ગોળી મારી હત્યા કરી હતી. ભટાસણના કિરણ પટેલની હત્યા બાદ એક માસમાં બીજા યુવાનની હત્યાની ઘટનાથી ગામમાં શોક પ્રસરી ગયો છે.

mahesana
mahesana

By

Published : Dec 17, 2019, 12:23 PM IST

જોટાણા તાલુકાના ભટાસણ ગામના પટેલ નવનીતભાઈ (ભીખાભાઈ) મણિલાલ પટેલ (48) છેલ્લા 13 વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈના કુટુંબી મનીષભાઈ પટેલે રવિવારે સાંજે અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં તેમના ઘરથી થોડે દૂર આવેલા મિત્રના સ્ટોરમાં ભીખાભાઈ પટેલ મળવા ગયા હતા, પરંતુ અગાઉથી સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારુઓએ ભીખાભાઈએ જેવો સ્ટોરમાં પ્રવેશ કર્યો ત્યાં જ તેમના પર ફાયરિંગ કર્યુ હતુ. જેમના તેમનું મોત થયું હતું.

ભટાસણના પાટીદાર યુવકની અમેરિકામાં હત્યા કરાઈ

દુઃખદ બનાવ અંગે તેમની સાથે અમેરિકામાં તેમના પુત્ર નિમેષ સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. ભીખાભાઈનો અન્ય પરિવાર અમદાવાદના રાણિપ ખાતે રહે છે.

અમેરિકાના જ્યોર્જિયાના મકેલ શહેરમાં કૈયલ ગામના યુવકની, જ્યોર્જિયાના કેટીકીમાં સ્ટોર ધરાવતા કડીના ગણેશપુરાના યુવકની, અંબાસણ ગામના યુવકની, તેમજ જોટાણા તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને માણસા તાલુકાના ખરણા ગામના ચિરાગ પટેલની હત્યા થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details