મહેસાણાઃ ભારત એ વિવિધતામાં એકતાનો સમન્વય ધરાવતો એક દેશ છે, જ્યાં તમામ ધર્મના પર્વો આનંદોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. રવિવારે હોળીના પર્વ પહેલા મોઢ બ્રાહ્મણો દ્વારા ઐતિહાસિક નગરી વડનગરમાં દંતકથા પ્રમાણે શરૂ થયેલી ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરા આજે પણ ઉજવાઈ રહી છે.
વડનગરમાં હોળી પહેલા 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની ઉજવણીની પરંપરા, જુઓ વિગતે - mahesana
વડનગરમાં ઘેરૈયા ચૌદશની વર્ષો જૂની પરંપરા હોળી પહેલા વડનગરમાં ઉજવાય છે. ઘેરૈયા ચૌદશ મોઢ બ્રહ્મણો દ્વારા 800 વર્ષ જૂની પરંપરાની ઉજવણી પુત્ર, સુખ અને ઘન પ્રાપ્તિ માટે ઘેરૈયા ચૌદશના દિવસે ઈશ્વરીય આરાધના કરવામાં આવે છે. આ પરંપરાની દંતકથા ભક્ત પ્રહલાદના હોલિકા દહન પ્રસંગ સાથે જોડાયેલી છે. ઘેરૈયા ચૌદશ ઐતિહાસિક નગરી વડનગરમાં આજે પણ ઉજવાઈ રહી છે.
વડનગરમાં વર્ષો જૂની આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની હિરણ્યકશ્યપ દ્વારા રાજ્ય સભામાં અસુરી-વૃતિ સાથે જાહેરાત કરવામાં આવી હતી. મોઢ બ્રાહ્મણોએ અસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી "માઁ ભોમ છડી"ના નાદ સાથે હોલિકા દહન પહેલા ભક્ત પ્રહલાદ માટે પ્રાથના કરી હતી. અંતે અસત્યનો પરાજય અને સત્યનો વિજય થતા, આ ઘેરૈયા ચૌદશની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉજવણી આજે પણ કરવામાં આવી રહી છે.
વડનગરમાં ઉજવાતી 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દિકરી કે દિકરાને લઈ ઘેરીયો ઘુમે છે અને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદા જ પ્રકારે ઘેરૈયા રમે છે. આમ પુત્ર-પુત્રાદિક, ધન-ધાન્યની વૃદ્ધી અને આયુ-આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ આજે પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે.