ગુજરાત

gujarat

By

Published : Apr 28, 2020, 8:24 PM IST

ETV Bharat / state

બેચરાજીમાં મનરેગા યોજનાની કામગીરી શરૂ, 61 શ્રમિકોને મળી રોજગારી

બેચરાજી તાલુકામાં સરકારની ગાઇડ લાઇન મુજબ મનરેગા યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે 61 શ્રમિકો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

etv bharat
બેચરાજી: મનરેગા યોજનાની કામગીરી શરૂ, 61 શ્રમિકોને મળી રોજગારી

બેચરાજી: બેચરાજી તાલુકામાં સરકારની ગાઇડ લાઇન મુજબ મનરેગા યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે 61 શ્રમિકો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

બેચરાજી: મનરેગા યોજનાની કામગીરી શરૂ, 61 શ્રમિકોને મળી રોજગારી

તાલુકા વિકાસ અધિકારી દ્વારા શ્રમિકોના રક્ષણ માટે ફેસ માસ્ક તથા સેનિટાઇઝરનું વિનામુલ્ય કામના સ્થળ પર વિતરણ કરવામાં આવે છે. જેથી શ્રમિકો દ્વારા કરવામાં આવતા કામના સ્થળે તેમને કોરોના વાઇરસના સંક્રમણ ના ફેલાય. આ ઉપંરાત કામના સ્થળે શ્રમિકો વચ્ચે ઓછામાં ઓછું 6 ફુટનું અંતર જાળવીને કામગીરી કરવામાં આવી રહી છે.

તેમજ મનરેગાની ગાઇડલાઇન મુજબ પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, અર્થે ફસ્ટ એઇડ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોનું સ્વાસ્થય જળવાઇ રહે તે માટે કામના સમયે વ્યસન ન કરવા તેમજ સ્વચ્છતા જળવાઇ રહે તે મુજબની કામગીરી કરવામાં આવે છે.કામશરૂ થવાને કારણે શ્રમિકોને રોજગારી મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details