હાલમાં ટ્રાફિક નિયમનનું ચુસ્ત પણે પાલન કરવાની વાત છે, તો હેલ્મેટના ભાવ પણ ખૂબ વધી ગયા છે, ત્યારે બેચરાજી ગ્રામ પંચાયતના યુવા સરપંચે ગામના વિકાસ માટે જરૂરી બાકી વેરાની વસુલાત કરવા કમિટીને સાથે રાખી આ નિર્ણય લીધો છે. જે પગલે ગ્રામજનો પણ 5 હજાર જેટલો બાકી વેરો ભરપાઈ કરી ટ્રાફિક નિયમન માટે જરૂરી હેલ્મેટની ભેટ સ્વીકારી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.
મહેસાણાની આ ગ્રામ પંચાયત બાકી વેરો ભરતા આપી રહી છે હેલ્મેટની ભેટ - gujarati news
મહેસાણાઃ જિલ્લાના બેચર બેચરાજી ગ્રામ પંચાયતના યુવા સરપંચે પંચાયત કમિટીને સાથે રાખી એક મહત્વનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. જેમાં ગ્રામવાસીઓને પોતાના બાકી વેરા પેટે 5 હજારની રકમ જમા કરાવે તો, તે નાગરિકને એક હેલ્મેટની ભેટ આપવામાં આવશે.

Bechar Becharaji Gram Panchayat
મહેસાણાની આ ગ્રામ પંચાયત બાકી વેરો ભરતા આપી રહી છે હેલ્મેટની ભેટ
બેચરાજી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ આ અનોખી પહેલને પગલે મોટાભાગના બાકી વેરો ધરાવતા ગ્રામજનો પણ પોતાનો વેરો ભરતા થયા છે. તો પંચાયતે પણ ગ્રામજનોના રક્ષણ માટે ભેટ રૂપી હેલ્મેટ આપવાની યોજના સાચા અર્થમાં સકારાત્મક સંદેશો આપી રહી છે. જેમાં ગામનો આર્થિક વિકાસ અને નાગરિકોનું રક્ષણ સાથે ટ્રાફિક નિયમોનું પણ પાલન થઈ રહ્યું છે.