વિજાપુરના મહાદેવપુરાગામમાં લૂંટના ઇરાદે કરાયેલી રીક્ષા ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાયો
વિજાપુર:મહેસાણા જિલ્લામાં હત્યા લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યાં એક આશ્ચર્યજનક હત્યાની ઘટના વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગામેથી સામે આવી હતી.જેમાં એક રીક્ષા ડ્રાઈવરની રહસ્યમય રીતે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.જેને પગલે પોલીસે મૃતકની ઓળખ કરી મૃતદેહનું પોસમોર્ટમ કરાવ્યું હતું. જોકે તે બાદ મહેસાણા LCB પોલીસે ઘટનાસ્થળેના તરંગી લોકેશન અને CCTV મુજબ આગળની તપાસ કરી હતી અને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસે બાતમીના આધારે નજીકના દેવડા ગામના કિશન ઉર્ફે સોમા ઠાકોરે હત્યા કરી હોવાની હકીકત સામે આવતા પોલોસે તેની અટકાયત કરી હતી. જેમાં પોલીસે જરૂરી તપાસ તેમજ પૂછપરછ કરતા આરોપીએ પોતે રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં રીક્ષા ભાડે કરી હતી.અને મહાદેવપુરા સીમમાં લઇ જઇ રીક્ષા ડ્રાઇવરની હત્યા કરી હતી. જે બાદ રીક્ષા અને તેના મોબાઇલની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે લૂંટના ઇરાદે કરાયેલી હત્યાનો ગન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.મહેસાણામાં બનતા અધધ ગુન્હાઓ વચ્ચે મહેસાણા LCB તાજેતરની રીક્ષા ચાલકની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે ત્યારે આ કેશમાં LCBની કામગીરી જિલ્લા પોલીસની નામનમાં વધારો કર્યો હતો.