ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાની સાંઇ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધિશોનું ગેરવર્તન - હોસ્પિટલમાં સત્તાધીસોનું ગેરવર્તન

મહેસાણામાં હાલમાં ફરી શરૂ કરવામાં આવેલા સાંઇ ક્રિષ્ના કોવિડ સેન્ટરમાં દર્દી સાથે ગેરવર્તણૂક કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ સેન્ટરમાં દર્દીઓના પરિવારોને કલેક્ટરની ભલામણ લઇને આવો તેમ જણાવવામાં આવે છે અને તે ભલામણના આધારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ મામલે દર્દીના સગા દ્વારા જિલ્લા કલેક્ટરને ફરીયાદ કરવામાં આવી હતી.

મહેસાણાની સાઈક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધિશોનું ગેરવર્તન
મહેસાણાની સાઈક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધિશોનું ગેરવર્તન

By

Published : Apr 24, 2021, 3:08 PM IST

  • મહેસાણા સાંઇ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધીસોનું ગેરવર્તન
  • હોસ્પિટલ દ્વારા કલેક્ટરની ચિઠ્ઠીથી દર્દીઓ લેવાશે તેવું કહેતા કલેક્ટરને રજૂઆત
  • ભલામણો સિવાય દર્દીને દાખલ નથી કરતાના આક્ષેપો થઈ રહ્યા છે

મહેસાણા : જિલ્લામાં મહામારીના પ્રકોપને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલની સૂચનાઓથી શરૂ કરાયેલા કોવિડ સેન્ટર્સ પર દર્દીઓ સારવાર માટે પરેશાની ભોગવી રહ્યા છે. મહેસાણા ખાતે પુનઃ શરૂ કરાયેલા સાંઇ ક્રિષ્ના કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા કેટલાક દિવસોથી નોડલ અધિકરી સહિતનો સ્ટાફ સારવાર લેવા આવતા દર્દીઓને કોઈના કોઈ રીતે હારાન કરી રહ્યા છે. ત્યાં, NDRFના જવાન દ્વારા પોતાના પિતાને એડમિટ કરાવવા કલેક્ટરને રજૂઆત બાદ દાખલ કરાયા હતા.

સાંઇ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધિશોનું ગેરવર્તન

આ પણ વાંચો :ખાનગી કોવિડ સેન્ટરો પર રૂપિયા ખર્ચતા પણ નથી મળતી યોગ્ય સારવાર

પરિવારોને કલેક્ટરની ભલામણ લઈ આવો તેમ કહેતા થયો વિવાદ

સાંઇ ક્રિષ્ના કોવિડ સેન્ટરમાં શુક્રવારે 4 દર્દીઓને સારવાર માટે લઈ જતા પરિવારોને કલેક્ટરની ભલામણ લઈ આવો તેમ કહેવાતા વિવાદ છેડાયો હતો. આથી, આજે વધુ એક વાર કોવિડ સેન્ટર પર વિરોધના સુર જોવા મળી રહ્યા છે. જેમાં એક પરિવાર પોતાના સ્નેહીજનને લઈને સારવાર માટે જતા હોસ્પિટલમાં પૈસા હોય તો આવો તેવું કહેવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે, ત્યારે સમગ્ર મામલે કલેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે, તેમને મેસેજ થકી સાંઇ ક્રિષ્ના કોવિડ સેન્ટર પર સબસલામત હોવાની વાત રજૂ કરી હતી. ત્યારે, નોડલ અને ઇન્ચાર્જ અધિકારીઓ બેડ મુજબ દર્દીઓને દાખલ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. આ હોસ્પિટલમાં હાલમાં કેટલી વ્યવસ્થા છે. જેમા, કુલ બેડ અને વેન્ટિલ્ટર સહિત શું વ્યવસ્થા છે, તે વુશે પૂછતાં હજૂ સુધી કોઈ પ્રત્યુતર મળેલા નથી.

મહેસાણાની સાઈક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધિશોનું ગેરવર્તન

આ પણ વાંચો:મહેસાણામાં NDRFનો જવાન કોરોનાગ્રસ્ત પિતાને રિક્ષામાં લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યો

ABOUT THE AUTHOR

...view details