ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં એવિએશન કંપનીના 3 પ્લેનની થશે હરાજી

મહેસાણા: એરોડ્રામને ભાડે રાખનારી એએએ એવિએશન કંપની વિદ્યાર્થીઓને પાયલટ બનવાની ટ્રેનીંગ આપતી હતી. કંપની પાસેથી પાલિકાને 5 કરોડથી વધુનો વેરો વસુલવા ત્રણ પ્લેન સહીત બસ અને ઓફિસોને સીલ મારવામાં આવ્યું હતું અને હાલમાં પાલિકા દ્વારા એક એજન્સીની નિમણૂક કરી તમામ મિલકતોની વેલ્યુએશન કાઢી તેની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

મહેસાણામાં ત્રણ પ્લેન સહીત બસ અને ઓફિસની હરાજી

By

Published : May 7, 2019, 5:24 PM IST

મહેસાણા નગરપાલિકાએ એએએ કંપની પાસે વેરાના બાકી નીકળતા નાણા વસૂલવા એએએ કંપનીની મિલ્કતની હરાજી કરી નાણાંની વસૂલાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક એન્જસીની નિમણૂક કરવામાં આવી છે. જે તમામ મિલકતોની વેલ્યુએશન કાઢી પાલિકાને રીપોર્ટ આપશે ત્યારબાદ મહેસાણા પાલિકા મ્યુન્સીપાલ એક્ટ મુજબ કાયદાકીય પ્રક્રિયાથી તમામ મીલકતની હરાજી કરશે. જેમાં ઓફીસ બસ સહીત ત્રણ પ્લેનનો પણ સમાવેશ થાય છે.

મહેસાણામાં ત્રણ પ્લેન સહીત બસ અને ઓફિસની હરાજી

ચીફ ઓફિસરના જણાવ્યાં અનુસાર ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય તેમ નગરપાલિકા દ્વારા પ્લેનની જાહેર હરાજી કરવામાં આવશે અને અંદાજીત 15 દિવસમાં આ કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details