મહેસાણાઃ ગુજરાતી લોકગીતોમાં ફેમસ બનેલી મહેસાણાની ગાયક કાજલ મહેરિયા પર 2 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગાયક કાજલ મહેરિયા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર બાબાખાન સાથે સારા સંબંધો ધરાવે છે. ત્યાં બાબાખાનના સંબંધી ભાઈની તબીયત પૂછવા બન્ને જણા સાથે મોઢેરા ગયા હતા. ત્યારે બબાખાનના વિરોધી જૂથના અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો. તેમજ કાજલ સાથે પણ અપશબ્દોનો પ્રયોગ થતા મામલો બીચકાયો હતો.
લોકગાયક કાજલ મહેરિયા પર હુમલો, બે શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ - પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર
ગુજરાતી સિંગર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મહેસાણામાં રહેતી અને 'મળ્યા માના આશીર્વાદ' ફેમ બનેલી કાજલ મહેરિયા પર મોઢેરામાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Kajal Mehria
બાબાખાનના વિરોધી જૂથના બે અસામાજીક ત્તત્વોએ આવેશમાં આવી કાજલ સાથે હાથ ચાલાકી કરી હતી. ગાયક કાજલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ મહેસાણા stsc સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.