મહત્વનું છે કે, જિલ્લામાં ATMમાં તસ્કરી કરવાની અવનવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે. જેમાં ક્યાંક ગેસ કટરથી ATM મશીનનું કેશ બોક્સ કટિંગ કરી લાખોની રકમ ચોરાઈ હતી તો ક્યાંક ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ ખેરાલુના ચાણસોલ ગામે બન્યો હતો. ત્યાં હવે દાસજમાં બનેલી ATM મશીન તસ્કરીમાં હવે તસ્કરોએ પોતાનો પ્લાન સફળ કરવા આખેઆખું ATM મશીન જ ઉઠાવી લીધું છે.
ઉંઝામાં ATM મશીન સાથે CCTVનું DVRની પણ ચોરી, પોલીસે લીધી FSLની મદદ - CCTV
મહેસાણા: પંથકમાં ATM મશીનની તસ્કરીનો વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં ઊંઝાના દાસજ ગામે આવેલું સિન્ડિકેટ બેંકનું ATM સેન્ટર પર મોડી રાત્રે તસ્કરોએ હાથ ફેરો કરતા રાત્રી દરમિયાન બંધ કરી રાખવામાં આવતા ATM સેન્ટરની દુકાનનું તાળું તોડી ATM સેન્ટરમાં ઘૂસી CCTV કેમેરાનું DVR અને અને રોકડ ભરેલા ATM મશીનને તસ્કરો ઉઠાવી ગયા છે.
![ઉંઝામાં ATM મશીન સાથે CCTVનું DVRની પણ ચોરી, પોલીસે લીધી FSLની મદદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4497136-thumbnail-3x2-mehsana.jpg)
Mehsana
ઉંઝામાં ATM મશીન સાથે CCTVનું DVRની પણ ચોરી
તો પુરાવા ન મળે માટે ATM સેન્ટરના CCTV કેમેરાના ફૂટેજ સ્ટોરેજ કરતા DVRને પણ સાથે ચોરી ગયા છે ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં બેંક સત્તાધીશ દ્વારા ATM અને DVR તસ્કરી મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. જે આધારે પોલીસે FSL સહિતની ટીમોની મદદ લઇ ફરિયાદ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.