મહેસાણાબલોલ થી મહેસાણા જતા હાઇવે પર બાઇક અને છોટાહાથી ટેમ્પો વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બલોલ ગામના બાઇક સવાર બે મિત્રોનું ઘટના સ્થળે મૃત્યુ થતા સાંથલ પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો (Accident Mehsana)ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફેકટરી પાસે પહોંચતામહેસાણા નજીક (Accident Mehsana)આવેલ બલોલ ગામે થી લોન પર લીધેલા નવા બાઇકનો હપ્તો ભરવા વહેલી સવારે જીજે 02 ડીઆર 6023 બાઇક લઈ મહેસાણા તરફ નીકળેલ શિવાજી અને પવનજી નામના બે આશાસ્પદ યુવાનો મીઠા ગામ નજીક આવેલ સીરામીકની ફેકટરી પાસે પહોંચતા સામે થી બેફામ રીતે આવતા છોટાહાથી ટેમ્પો એ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ટેમ્પો નીચે ઘુસી ગયું હતું અને બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.