ગુજરાત

gujarat

By

Published : Dec 26, 2019, 11:27 PM IST

ETV Bharat / state

ગાંધીનગર ખાતે રાજ્યના 2000 પશુ નિરીક્ષકો ધરણા કરશે

મહેસાણા: ગુજરાત વેટરનરી લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર્સ એસોસિયેશનના નેજા હેઠળ રાજ્યભરના પશુધન નિરીક્ષકોએ આંદોલનનો માર્ગ આપનાવ્યો છે. તેઓ પોતાની 27 પડતર માંગણીઓ સાથે 27 ડિસેમ્બરના રોજ ધરણા આંદોલન કરશે. ગાંધીનગર ખાતે રાજ્યના 2000 પશુ નિરીક્ષકો ધરણા કરશે. આ પશુ ચિકિત્સકોએ વાંરવાર રજૂઆત કરી છે. છતાં તેઓની માંગણીઓ સંતોષાઈ નથી.

gandhinagar
મહેસાણા

ગુજરાત વેટરનરી લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર્સ એસોસિયેશનના નેજા હેઠળ રાજ્યભરના પશુધન નિરીક્ષકો એવા પશુ ચિકિત્સકો પોતાની પડતર માંગણીઓને લઇ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના 105 જેટલા પશુ ચિકિત્સકોએ આજે બિલાડી બાગ ખાતે એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની પડતર માંગણીઓ મુદ્દે રાજ્ય સરકારને વાંરવાર રજુઆત કરવા છતાં માંગણીઓ સંતોષાઈ નથી.

ગાંધીનગર ખાતે રાજ્યના 2000 પશુ નિરીક્ષકો કરશે ધરણાં

જિલ્લા સહિત રાજ્યભરના પશુધન નિરીક્ષકો આગામી 27મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં આંદોલન કરી સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોધાવશે. પશુધન નિરીક્ષકોની અનુભવ-અભ્યાસના આધારે પ્રમોશન, ગ્રેડ પે, નિયામક તરીકે આઈએસ ઓફિસરની નિમણૂંક જેવી 27 માંગણી સાથે 27 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ધરણા કરશે.

ABOUT THE AUTHOR

...view details