ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં રસ્તો પૂછતાં સાધુના વેશમાં આવેલા ઢોગીએ આધેડ પર લૂંટ ચલાવી - Mehsana Crime News

મહેસાણા કડીના કરણનગર રોડ પર સાધુના વેશમાં આવેલા લૂંટારાએ રસ્તો પૂચ્છી એક આધેડ પર લૂંટ ચલાવી હતી. તે વ્યક્તિને બેશુદ્ધ હાલતમાં મૂકી તેને પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી.

કડીમાં રસ્તો પૂછતાં સાધુના વેશમાં આવેલા ઢોગીએ આધેડ પર લૂંટ ચલાવી
કડીમાં રસ્તો પૂછતાં સાધુના વેશમાં આવેલા ઢોગીએ આધેડ પર લૂંટ ચલાવી

By

Published : Dec 20, 2020, 11:03 AM IST

  • કડીમાં રસ્તો પૂછતાં સાધુના વેશમાં આવેલ ઢોગીએ લૂંટ ચલાવી
  • લૂંટનો ભોગ બનેલા આધેડને ઇજાઓ થતા સારવાર હેઠળ ધકેલાયા
  • પોલીસે આધેડના નિવેદન આધારે કાર્યવાહી હાથ ધરી
  • કડીમાં મંદિરનો રસ્તો પૂછવાના બહાને લૂંટી સલાવાઇ

મહેસાણાઃકડીના કરણનગર રોડ પર આધેડ ઓફીસ જઈ રહ્યા હતા ત્યારે ગાડીમાં સાધુના વેશમાં બેઠેલ વ્યક્તિએ નજીક બોલાવી શિવમંદિર જવાનો રસ્તો પૂછી બેશુદ્ધ હાલતમાં મૂકી આધેડે પહેરેલ સોનાના દાગીના લૂંટી જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

લૂંટમાં સામેલ ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

કડીના સિટીપાર્ક સોસાયટીમાં રહેતા આધેડ લીનેશકુમાર ત્રિભોવનભાઈ શાહ જઇ રહ્યા હતા ત્યારે સાધુ સહિત 4 ઈસમો હતા. બેસેલ ગાડીના ચાલકે તેમને શિવ મંદિર ક્યાં આવ્યું તેવા બહાના હેઠળ નજીક બોલાવી ગાડીમાં બેસેલ નગ્ન સાધુએ ફૂલ આપ્યું હતું. નગ્ન સાધુએ આધેડને ફૂલ આપ્યા બાદ તેઓ બેશુદ્ધ થયી ગયા હતા. જેથી તેમણે શરીર પર પહેરેલ સોનાનો દોરો,બે વીંટી તથા ઘડિયાળ સહિતનો સામાન ગાડીમાં બેસેલ ઈસમોએ લૂંટી લીધો હતો. થોડી વાર બાદ આધેડને લૂંટી જવાયાનો અહેસાસ થતા તેમણે પોતાના એક્ટિવા પર ગાડીનો પીછો કરતા કન્ટ્રોલ ગુમાવતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details