ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલ્લીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલે મોદીનો ગઢ ગજવ્યો, સીઆર પાટીલ ઠગ છે? : કેજરીવાલ - મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી

મહેસાણા જિલ્લામાં સભા ગજવીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal Gujarat Visit) આશાવાદ વ્યક્ત કર્યો કે, ગુજરાતમાં પરિવર્તન આવશે. જોકે, વિશાળ શક્તિ પ્રદર્શનની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કેટલી અસર થશે એ કહેવું કઠિન છે.

દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલે મોદીનો ગઢ ગજવ્યો, સીઆર પાટીલ ઠગ છે? : કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલે મોદીનો ગઢ ગજવ્યો, સીઆર પાટીલ ઠગ છે? : કેજરીવાલ

By

Published : Jun 6, 2022, 11:02 PM IST

મહેસાણા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીથી આવતા નેતાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Gujarat Visit) સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે મહેસાણા જિલ્લામાં (Election Campaign Really) સભા ગજવી હતી. મહેસાણાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ભાજપના કેટલાય મોટામાથા કહેવાતા નેતાઓનો આ ગઢ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ (Gujarat Aam Admi Party) વિશાળ તિરંગા યાત્રા યોજી હતી. આ સાથે તેમણે લોકોને સંબોધન પણ કર્યું હતું.

દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલે મોદીનો ગઢ ગજવ્યો, સીઆર પાટીલ ઠગ છે? : કેજરીવાલ

આ પણ વાંચો:Gujarat Assembly 2022 : ચૂંટણીને લઈને 108ની સ્પીડે ભાજપની બેઠકોનો ધમધમાટ

મોટાનેતાના ગઢમાં: પ્રધાનપ્રધાન સહિત ભાજપના કદાવર નેતાઓનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓ સાથે તિરંગા યાત્રા યોજી હતી. મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખી એક સમયે વડાપ્રધાન મોદીનો ગઢ મનાતો વિસ્તાર ગુંજવ્યો હતો. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એવા સમયે ગુજરાતમાં આવીને કેજરીવાલે સી.આર. પાટીલ પર કટાક્ષ કર્યા હતા. એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો કે, ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. આ પરિવર્તન આવશે.

આ પણ વાંચો:...તો શું નરેશ 'પટેલ' નહીં આવે રાજકારણમાં, બીજી વખત 'પાટીલ' સાથે દેખાયા પછી કરી સ્પષ્ટતા

કહેવા પૂરતા મુખ્યપ્રધાન: અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ માત્ર કહેવાતા મુખ્યપ્રધાન કહ્યા છે. ખરા મુખ્યપ્રધાન તો સી આર પાટીલ છે. જોકે સીઆર પાટીલને મારુ નામ લેતા પણ બીક લાગે છે. પાટીલમાં જો હિંમત હોય તો મારું નામ લઈ બતાવે એવો પડકાર ફેંક્યો હતો. ગુજરાતની સાપેક્ષ દિલ્લી સરકારની સેવાઓના વખાણ કરતા સમર્થકો અને મહેસાણાની જનતાને આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત કરવા કેજરીકેલના આ તિરંગા યાત્રામાં પ્રયાસ જોવા મળ્યા હતા. કેજરીવાલની ત્રિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પ્રવક્તાઓ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહેસાણા શહેરમાં આમ આદમી પાર્ટીનું ભારે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. જોકે આપ પાર્ટીનો આ પ્રયાસ આગામી વિધાનસભા ચૂંટણી પર કેટલી અસર કરે છે. તે તો આવનાર સમય જ બતાવશે

ABOUT THE AUTHOR

...view details