કડીના રહીશો દ્વારા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું પુષ્પોથી અભિવાદન કરાયું - મહેસાણા કોરોના ન્યૂઝ
કડીમાં કોરોના વાઈરસના કારણે લૉકડાઉનની પરિસ્થિતિમાં દિવસ રાત શહેર સહિત તાલુકાના ગામોમાં કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં અને જાહેરનામાનો ભંગ કરનાર 165 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
કડીના રહીશો દ્વારા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું પુષ્પોથી અભિવાદન કરાયું
મહેસાણા : કડીમાં કોરોના વાઈરસના કારણે લૉકડાઉનની પરિસ્થિતિમાં દિવસ રાત શહેર સહિત તાલુકાના ગામોમા કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં અને જાહેરનામાનો ભંગ કરનાર 165 જેટલા શખ્સોની અટકાયત કરી સફળતા પૂર્વક ફરજ બજાવનાર કડીના ફસ્ટ પી.આઈ ઓ.એમ.દેસાઈ, સેકન્ડ પી.આઈ રામાણી સહિતના પોલિસ કર્મીઓનુ સોમવારે કરણનગર રોડ સ્થિત, શિકાગો ફ્લેટ અને ધરતી સીટીના રહીશોએ ફૂલોથી સ્વાગત અભિવાદન કરી તેમની કામગીરીને બિરદાવી હતી.