ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા: ધરોઈ ડેમને કારણે ગુમાવેલી જમીનના વળતર માટે ઉમેદપુર ગામના અરજદારો ભૂખ હડતાળ કરશે - Umedpur village

ધરોઈ ડેમને કારણે ડૂબમાં ગયેલી જમીનના વળતરની માગ કરતા દાંત તાલુકાના ઉમેદપુરના અરજદારો ભૂખ હડતાળ પર ઉતરશે.

મહેસાણા
મહેસાણા

By

Published : Nov 8, 2020, 10:50 PM IST

  • સરકારને જમીન આપી ખેડૂતો રોયા
  • તંત્રએ આંખ આડા કાન કર્યા તો પોલીસે અવાજ દબાવ્યો
  • વળતર માટે કરાયુ ભૂખ હળતાલનું આયોજન

મહેસાણા : ધરોઈ ડેમ ખાતે ડૂબમાં ગયેલી જમીનના વળતરની માગ સાથે દાંત તાલુકાના ઉમેદપુર ગામના અરજદારો ભૂખ હડતાળ પર ઉતરશે. ધરોઈ ખાતે જમીન સંપાદન મામલે દાંત તાલુકાના ઉમેદપુર સહિતના 5 ગામોના ગ્રામજનો પૈકી 300 જેટલા પરિવારને યોગ્ય વળતર ન મળતા ગત 10 નવેમ્બરના રોજ ઉપવાસ પર બેસી અનેક જગ્યાએ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી.

ધરોઈ ડેમને કારણે ગુમાવેલી જમીનના વળતર માટે ઉમેદપુર ગામના અરજદારો ભૂખ હડતાળ કરશે

5 આગેવાનોને સતલાસણા પોલીસ મથકે અટકાયત કરી રાખવામાં આવ્યા

આ અરજદારોની રજૂઆતોનો યોગ્ય નિકાલ ન થતા ધરોઈ ખાતે આવનારા રાજ્યના ચીફ સેક્રેટરી અને સચિવને રૂબરૂ રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જો કે, ગામડાના નાના માણસોની રજૂઆતને સામન્ય ગણી પોલીસ પરિબળનો ઉપયોગ કરતા તંત્ર દ્વારા કલાકો સુધી રજૂઆત કરવા આવનારા 5 આગેવાનોને સતલાસણા પોલીસ મથકે અટકાયત કરી રાખવામાં આવ્યા હતા.

તંત્રના આંખ આડા કાન સામે અરજદારો વળતર માટે ભૂખ હળતાળનું આયોજન કરશે

દેશનું હાર્દ જ્યારે ગામડું માનવામાં આવે છે ત્યારે ગામડાના લોકોનો અવાજ તંત્ર સાંભળતું નથી તો પોલીસ તંત્ર અવાજ દબાવી રહ્યું છે ત્યારે અનેક રજુઆત છતાં યોગ્ય નિરાકરણ ન આવતા આજે અસરગ્રસ્ત અરજદારો આગામી 10 11 2020ના રોજ ભૂખ હડતાળ યોજવાનું આયોજન બનાવી રહ્યા છે ત્યારે સવાલ એ છે શું વિકાસની હરણફાળ દોટ લગાવતું તંત્ર વિકાસના વાયરમાં ગામડાઓને ડામી રહ્યું છે..?

ABOUT THE AUTHOR

...view details