વિસનગરઃ APMCમાં સોશિયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડ્યા બાદ આગામી 5 દિવસ APMC બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઘટનાની જાણ થતાં તંત્ર લોકહિતને ધ્યાનમાં રાખીને 20 એપ્રિલ સુધી APMC બંધ રાખવા જણાવ્યું છે.
વિસનગરમાં સોશિયલ ડિસ્ટનસના ભંગ બાદ 5 દિવસ APMC બંધ રાખવાનો નિર્ણય લેવાયો
વિસનગર APMCમાં સરકારના આદેશ અને વાઈરસની ગંભીરતા સમજાતી જ ન હોય તેમ છેલ્લા કેટલાક દિવસોમાં વિસનગર APMCમાં વેપારી આગેવાનો અને સત્તાધીશોની નજર સામે જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો સર્જાય હતા. જેથી સ્થાનિક તંત્ર દ્વારા 5 દિવસ માટે APMC બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
APMC
જો કે APMCમાં વેપારની લ્હાયમાં ભારે ભીડ સર્જાતા રસ્તાઓ પર ટ્રાફિકજામ જોવા મળ્યું હતું. આ સમગ્ર બાબત અંગે તંત્રને જાણ થતાં આજે વિસનગર પ્રાંત અધિકારી અને પોલીસ દ્વારા APMC સત્તાધીશોને APMC બંધ રાખવા ફરમાન કર્યું છે. સાથે જ તંત્રના આદેશ બાદ 15 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી વિસનગર APMC સજ્જડ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, APMCમાં આવેલા શાકમાર્કેટ માત્ર સવારે 8.30 વાગ્યા સુધી ખુલ્લું રાખવા જણાવાયું છે.