ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ - INDIA

મહેસાણા જિલ્લામાં કુલ 1,920 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. 4 આંગણવાડીમાં પાણી શુદ્ધિકરણની વ્યવસ્થા નથી. 1,826માં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ છે, પરંતુ કેટલાક ખામી સર્જાતા બિનઉપયોગી છે. 403 આંગણવાડી કેન્દ્રો પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં ક્ષતિ હોય તે સુવિધા બંધ છે. કોરોનાને કારણે 11 માસથી આંગણવાડી કેન્દ્રો બંધ છે.

મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ
મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ

By

Published : Feb 6, 2021, 6:51 PM IST

  • કોરોનાને કારણે 11 માસથી આંગણવાડી કેન્દ્રો બંધ
  • 3 આંગણવાડી કેન્દ્રો પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં ક્ષતિ હોવાથી સુવિધા બંધ છે
  • 920 પૈકી 28 આંગણવાડીઓમાં શૌચાલય બિનઉપયોગી

મહેસાણા: જિલ્લામાં કુલ 1,920 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. 4 આંગણવાડીમાં પાણી શુદ્ધિકરણની વ્યવસ્થા નથી. 1,826માં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ છે, પરંતુ કેટલાક ખામી સર્જાતા બિનઉપયોગી છે. 403 આંગણવાડી કેન્દ્રો પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં ક્ષતિ હોવાથી તે સુવિધા બંધ છે. કોરોનાને કારણે 11 માસથી આંગણવાડી કેન્દ્રો બંધ છે. 1,920 પૈકી 28 આંગણવાડીઓમાં શૌચાલય બિનઉપયોગી છે. જિલ્લામાં 1805 આંગણવાડી કેન્દ્ર પાસે સરકારી પોતાનું મકાન છે. હાલમાં વધુ 6 મકાન નિર્માણનું કામ ચાલુ છે, જ્યારે બાકીના જગ્યા નાની પડતા કામ અટકેલું છે. 24 આંગણવાડી કેન્દ્રોમાં મકાનનું સમારકામ કામ ચાલુ છે.

મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ

મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની શું છે સ્થિતિ અને સુવિધાઓ..?

ભારતમાં બાળકોને સુપોષિત બનાવવા અને પ્રશિક્ષણ માટે ખાસ પ્રકારે આંગણવાડી કેન્દ્રોની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. દેશમાં 12મી યોજના અંતર્ગત લગભગ 2 લાખ જેટલા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, પરંતુ મહેસાણા જિલ્લામાં 1,920 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમાં બાળકોને પોષણક્ષમ આહાર અને જરૂરી જ્ઞાન માટે શિક્ષણ આપવામાં આવે છે.

જિલ્લામાં કુલ 1,920 આંગણવાડી કેન્દ્રો આવેલા છે

મહેસાણા જિલ્લામાં 1,920 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમાં બાળકોને પોષણક્ષમ આહાર અને જરૂરી જ્ઞાન માટે શિક્ષણ આપવામાં આવે છે. દરેક બાળક પોષણક્ષમ બને તેવા ભોજન અને નાસ્તા બાળકોને આપવામાં આવે છે. તેમની શારીરિક તંદુરસ્તીનું ધ્યાન પણ અહીં રાખવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો અહીં મળતી કેટલીક સુવિધાઓ આજે બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેમાં બાળકોને આપવામાં આવતા શુદ્ધ પાણી માટેનો વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ બંધ છે. જે મેન્ટેનન્સની રાહ જોઈ રહ્યો છે તો ક્યાંક આંગણવાડી કેન્દ્રોના મકાનમાં ક્ષતિ જોવા મળી રહી છે. જેથી શૌચાલય સહિતની સેવા બિનઉપયોગી બની છે.

મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ

આંગણવાડીમાં બંધ સુવિધા આગામી દિવસોમાં પુનઃ શરૂ કરાશે

જિલ્લાના ICDS શાખાના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં કુલ 1,920 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમાંથી 403 કેન્દ્રો પર ક્ષતિ સર્જાયેલ હોય કે પાણી ચડતું ન હોવાની સમસ્યાને કારણે પાણીનું પ્યુરિફિકેશન થઇ શકતું નથી. જ્યારે 4 કેન્દ્રો પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો નથી. બીજી તરફ જિલ્લામાં 1805 આંગણવાડી કેન્દ્રો સરકારના પોતાના મકાનમાં ચાલી રહ્યા છે. જેમાં 24 મકાનના સ્ટ્રક્ચર ક્ષતિ પામેલા હોવાથી તેમાં સમારકામ કરવામાં આવી રહ્યું છે. તો શહેરી વિસ્તારમાં જગ્યાના અભાવે અને અન્ય સમસ્યાઓને લઈ હાલમાં 115 આંગણવાડી કેન્દ્રો હંગામી રીતે અન્ય જગ્યાએ કાર્યરત કરાયા છે. જોકે, ચાલુ વર્ષે નવીન 6 આંગણવાડી કેન્દ્રો માટે મકાનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આમ આજે મહેસાણા જિલ્લામાં ICDS શાખાના અધિકારી દ્વારા માહિતી આપતા ગત 11 માસથી કોરોનાને લઈ આંગણવાડી કેન્દ્રો બંધ હોય જે સુવિધાઓ ખોટવાઈ છે. જે શરૂ કરવા જે તે વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને બાળકો માટે આ આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં આ સુવિધાઓ સારી રીતે મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details