વિસનગરના ઉમતા ગામે બેકાબુ ટ્રકે ચાર ભેંસોને અડફેટે લીધી - ચાર ભેંસોના
મહેસાણાઃ ઉમતા ગામ તરફ આવતા એક માલ-સામાન વાહક ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા સિંગલ પટ્ટી રોડની બાજુમાં ઉતરી જતા ભારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર ભેંસના મૃત્યુ થયા હતા.

વિસનગર તાલુકાના ઉમતા નજીક બાબીપુરા ગામે રહેતા ઠાકોર લાલજીભાઈએ ચોમાસુ હોવાને લઇ પોતાના દુધાળા પશુઓ ઉમતાથી કરલી જતા રોડની સાઈડમાં બાંધ્યા હતા. જેમાં રોડની સાઈડમાં બાંધેલા પશુઓ પૈકી ચાર જેટલી ભેંસોનો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે લાલજીભાઈ ઠાકોરના ચાર દુધાળા પશુના મોત થતા ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉમતા ગામે સર્જાયેલા તર્ક અકસ્માતમાં એક મધ્યમવર્ગીય પશુપાલકે પોતાના ચાર દુધાળા પશુ ગુમાવતા મોટું નુકશાન થયુ છે, ત્યારે ટ્રક ચાલક સામે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.