ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના એન્જિનિયર યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો - ધરમ સિનેમા રોડ

મહેસાણા શહેરમાં ધરમ સિનેમા રોડ પર સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનિયર યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. શહેરના ધરમ સિનેમા રોડ પર આવેલા સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય ભૌમિક અશ્વિનભાઈ કડિયા બેંગ્લુરુમાં ઇજનેર તરીકે નોકરી કરતો હતો. લૉકડાઉનમાં તે ઘરે પરત આવ્યો હતો.

મહેસાણાના એન્જિનિયર યુવકે અગમ્ય કારણોસર ઘરે જ આપઘાત કર્યો
મહેસાણાના એન્જિનિયર યુવકે અગમ્ય કારણોસર ઘરે જ આપઘાત કર્યો

By

Published : Dec 29, 2020, 11:06 AM IST

  • મહેસાણાના યુવકે ટૂંપો ખાઈ કર્યો આપઘાત
  • યુવકના અપઘાતનું કારણ હજી સુધી અકબંધ
  • બેંગલુરુમાં નોકરી કરતો યુવક લૉકડાઉનમાં ઘરે આવ્યો હતો
  • માતા-ભાઈ શાકભાજી લેવા ગયા ત્યારે ભરેલું પગલું

મહેસાણાઃ મહેસાણામાં ધરમ સિનેમા પર આવેલા સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતો ભૌમિક અશ્વિનભાઈ કડિયા નામનો યુવક બેંગલુરુની એક કંપનીમાં કામ કરતો હતો. લૉકડાઉનમાં તે ઘરે આવ્યો હતો. જોકે, અગમ્ય કારણોસર તેણે આપઘાત કરી લીધો છે. સોમવારે સવારે તેમના માતા અને ભાઈ શાકભાજી લેવા માટે બહાર ગયા હતા. તે દરમિયાન આ ભૌમિક ઘરે એકલો જ હતો. તે દરમિયાન તેણે પંખાના કડા સાથે પ્લાસ્ટિકની દોરીથી ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે તેના માતા અને ભાઈ ઘરે આવ્યા ત્યારે તેમણે ભૌમિકને પંખા સાથે લટકતો જોયો એટલે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, ભૌમિકે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details