- મહેસાણામાં આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી
- વિધાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું
- જિલ્લાના 75 ગામોના 150 જેટલા વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવાયો
મહેસાણા: જિલ્લામાં કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav 2021) અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિધાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન (An educational tour was organized Vadnagar) કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા સહિત અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને વડનગરના જોવાલાયક અને ઇતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જિલ્લાના 75 ગામોના 150 જેટલા વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવાયો હતો. વિદ્યાર્થીઓ વડનગરના જોવાલાયક સ્થળો નિહાળી આનંદિત થયા હતા. આ સાથે જ અન્ય જિલ્લાના વિધાર્થીઓને પણ વડનગરની મુલાકાત માટે આયોજન કરાયું હતું. આ પ્રવાસમાં માર્ગદર્શન આપવા ગાઈડ અને બસ સેવાની પણ વ્યવસ્થાઓ કરાઈ હતી. હવે દર 10 દિવસે વિદ્યાર્થીઓ માટે વડનગરમાં શૈક્ષણિક પ્રવાસ ગોઠવાશે.
વિદ્યાર્થીઓને વડનગરના ઇતિહાસથી માહિતગાર કરાવવા શૈક્ષણિક પ્રવાસનું કરાયુ આયોજન આ પણ વાંચો: વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓએ રૂબરૂ મુલાકાત કરી ખુશી અને ગૌરવ અનુભવ્યું
જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડનગરની ધરોહરમાં (history of Vadnagar) અનેક ઘણો ઇતિહાસ રહેલો છે. ત્યારે સૌ કોઈ જાણે અને આ ઇતિહાસિક ગૌરવથી માહિતગાર બને તે માટે દર 10 દિવસે વડનગરમાં જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વડનગરમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન (An educational tour was organized Vadnagar) કરાયું છે. જે માટે સૌજન્યથી ગાઈડ અને બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શૈક્ષણિક પ્રવાસમાં આવેલા મહેસાણા જિલ્લાના 150 જેટલા વિદ્યાર્થીઓએ વડનગરમાં રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના પિતાની ચાની કિટલી, પૌરાણિક હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી સમાધિ અને ગાર્ડન, કીર્તિ તોરણ સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત કરી ખુશી અને ગૌરવ અનુભવ્યું હતું.
વિદ્યાર્થીઓને વડનગરના ઇતિહાસથી માહિતગાર કરાવવા શૈક્ષણિક પ્રવાસનું કરાયુ આયોજન આ પણ વાંચો:વડનગરમાં બે દિવસીય તાના રીરી મહોત્સવ 2021ને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો