ગુજરાત

gujarat

ETV Bharat / state

નંદાસણ પાસે લક્ઝરીની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, 2નાં મોત, 5ને ઇજાઓ - અકસ્માત ન્યૂઝ

અમદાવાદનો પરિવાર વતન ચાણસ્મા ધજા ચડાવી પરત ફરી રહ્યો હતો ત્યાં રસ્તામાં અકસ્માત નડ્યો હતો. નંદાસણ પોલીસે લક્ઝરીચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પરત ફરતા રસ્તામાં અકસ્માત નડ્યો
પરત ફરતા રસ્તામાં અકસ્માત નડ્યો

By

Published : May 11, 2021, 2:10 PM IST

  • અમદાવાદનો પરિવાર વતન ચાણસ્મા ધજા ચડાવવા ગયો હતો
  • પરત ફરતા રસ્તામાં અકસ્માત નડ્યો
  • સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત

મહેસાણા: જિલ્લાના કડી તાલુકામાં આવેલા ચડાસણા ગામના પાટિયા નજીક પસાર થતી એક રિક્ષાને પુરપાટ ઝડપે આવતી લક્ઝરીના ચાલકે અડફેટે લેતા રિક્ષા રસ્તા પર પલ્ટી ખાઈ ગઈ હતી. ત્યાં લકઝરીની ગંભીર ટક્કરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ થયું હતું તો બાળકો સહિત 5 લોકોને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે કલોલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: હળવદના સુંદરગઢ ગામ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત, 3ના મોત

પોલીસે લક્ઝરીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

કડી ચડાસણા પાટિયા પાસે લક્ઝરીની ટક્કરે રિક્ષા પલ્ટી મારી ગઈ હોવાથી સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે બનાવની જાણ નંદાસણ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત અંગે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરતા અકસ્માત કરનારા લક્ઝરીચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બે બનાવો, સદનસીબે કોઈ જાનહાનિ નહી

ABOUT THE AUTHOR

...view details