અમરેલીવર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપિંડી અને હનીટ્રેપના કિસ્સા સામે આવી રહ્યા છે. આવી જ રીતે અમદાવાદની એક યુવતીએ (Honeytrap Ahmedabad Girl) અમરેલીના બાબરા વિસ્તારમાં રહેતા યુવકને હનીટ્રેપમાં (Amreli Businessman caught in Honeytrap) ફસાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે (Babra Police Station) 1 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે કરી ધરપકડઆ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદની યુવતીએ (Honeytrap Ahmedabad Girl) અમરેલીના બાબરા ટાઉન વિસ્તારના વેપારીને (Amreli Businessman caught in Honeytrap) હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેનું અપહરણ કરી બદનામ કરવાની ધમકી આપી 1 કરોડ રૂપિયાની ખંડણીની માગ કરી હતી. ત્યારબાદ મહિલા સહિત ગેંગ ફરાર થઈ ગઈ હતી. તો પોલીસે (Babra Police Station) CCTV કેમેરાની મદદથી 1 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી.
ફરિયાદી પાસેથી ચેક લખાવ્યા બાબરા માર્કેટિંગ યાર્ડ (Babra Marketing Yard) સામે રહેતા યુવકને અમદાવાદની (Honeytrap Ahmedabad Girl) મનીષા ઉર્ફે સંજૂ નામની મહિલાએ મોહજાળમાં ફસાવી હતી. ત્યારબાદ 1 કરોડ રૂપિયાની માગ કરી હતી. આરોપી મનીષાએ ફોન પર વાત કરી વેપારીને મળવા (Amreli Businessman caught in Honeytrap) બોલાવ્યો હતો. ત્યારબાદ બાબરાના કરિયાણા રોડ પાસે 4 શખ્સોએ યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ફરિયાદી જ્યારે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આોપીઓએ તેને કારમાં અંદર ખેંચી તેને માર માર્યો હતો, જેનો વીડિયો તેમણે ઉતાર્યો હતો. તે જ સમયે આરોપીઓએ વેપારી પાસેથી 5 લાખ વસૂલવા 4 ચેક લખાવી લીધા હતા.