મહેસાણા તોરણવાળી માતાના મંદિર વિસ્તારના બજારો સહિત મહેસાણા 1 વિભાગમાં બંધને સ્વયંભૂ રીતે વેપારીઓ એ સમર્થન આપ્યું હતું. જોકે મહેસાણા 2 વિભાગમાં હાઇવે, વિસ્તરણ બજારો રાબેતા મુજબ ચાલુ રહેતા બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.
મહેસાણામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, લોકો મુકાયા અસમજંસમાં - મહેસાણા ન્યુઝ
મહેસાણાઃ જિલ્લામાં યુવક પર હુમલા મામલે બંધનું એલાન જાહેર કરાયું હતું. જોકે બંધના એલાન બાદ એલાન રદ કરવાનો મેસેજ પણ વાઇરલ કરાયો હતો. મહેસાણામાં આ પ્રકારે બંધના એલાનના બે જુદા જુદા મેસેજ વાઇરલ થતા લોકો અસમંજસમાં મુકાયા હતાં.
મહેસાણામાં બંધના એલાનને મિશ્રપ્રતિસાદ
ત્યારે પરિસ્થિતિ અને વાઇરલ મેસેજને જોતા મહેસાણા પોલીસ અને SRP દ્વારા મહેસાણા ખાતે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં મહેસાણામાં શાંતિ પૂર્ણ માહોલ છે.