ગુજરાત

gujarat

ETV Bharat / state

Akshay Tritiya 2022 : મહેસાણા જિલ્લામાં અખાત્રીજના દિવસે આ શું કરવામાં આવ્યું જાણો - અક્ષય તૃતીયા 2022

મહેસાણા જિલ્લાના ખેડૂતોએ(Akshay Tritiya 2022 ) આજે અખાત્રીજના શુભ દિવસના (Auspicious day of Akshay Tritiya ) ઉપલક્ષમાં હળોતરાની પારંપારિક વિધિ (Halotara pujan in Mehsana ) કરી છે. જૂઓ અહેવાલ.

Akshay Tritiya 2022 : મહેસાણા જિલ્લામાં અખાત્રીજના દિવસે આ શું કરવામાં આવ્યું જાણો
Akshay Tritiya 2022 : મહેસાણા જિલ્લામાં અખાત્રીજના દિવસે આ શું કરવામાં આવ્યું જાણો

By

Published : May 3, 2022, 2:36 PM IST

મહેસાણાઃ અખાત્રીજ -અક્ષયતૃતીયા (Akshay Tritiya 2022 ) ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે. આમ ખેતીના નૂતન વર્ષ સમાન અખાત્રીજના દિવસે વહેલી પરોઢે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળ (Halotara pujan in Mehsana )જોડી ખેતીકાર્યનું મૂહૂર્ત કાર્ય કરે છે. પણ હાલ વર્તમાન સમયમાં હળની સંખ્યા ઘટતા ખેડૂતો સવેડુ, કળીયુ, ટ્રેક્ટર જેવા સાધનોનું મૂહૂર્ત (Traditional rituals of Farmers in Mehsana)કરે છે. એક તરફ યંત્ર યુગ અને બીજી તરફ પરંપરાને જોઈને આજે ખેડૂતોએ હર્ષભેર (Auspicious day of Akshay Tritiya )પૂજાઅર્ચના કરી મુહૂર્ત સાચવ્યું હતું.

વર્તમાન સમયમાં હળની સંખ્યા ઘટતા ખેડૂતો સવેડુ, કળીયુ, ટ્રેક્ટર જેવા સાધનોનું મૂહૂર્ત કરે છે

આ પણ વાંચો- Akshay Tritiya 2022: આજે અક્ષય તૃતિયાએ શા માટે કરવામાં આવે છે મહાલક્ષ્મીની પૂજા, શું છે મહત્વ...

હળોતરાનું મહત્વ -અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા (Halotara pujan in Mehsana )કરે છે. આ દિવસ (Akshay Tritiya 2022 ) એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જોયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોવાથી તેમને પૂજા-નૈવેદ્ય ધરાવવાથી પણ અન્ન ઉત્પાદન અને પશુઆરોગ્ય સારું રહે છે.

આ પણ વાંચો -Akshaya Tritiya 2022: આજે અખાત્રિજના દિવસે હશે વણજોયું મુહૂર્ત, ગમે તે સમયે કરી શકશો માંગલિક કાર્યો

હળોતરાનું શુભમુર્હૂત 12 થી 1-10 વચ્ચે- અખાત્રીજ (Akshay Tritiya 2022 ) અને પરશુરામ જયંતિ તથા ખેડૂતો માટે હળોતરા (Halotara pujan in Mehsana )હળ-પશુ પુજા માટે શુક્રવારે શ્રેષ્ઠ રહે છે. લગ્ન સિવાય અન્યત્ર શુભકામો માટે અક્ષય તૃતીયા શુભ રહે છે. આ દિવસે ખેડૂતોએ ખેતરમાં જઇ નિર્ધારિત દિશા તરફ ઉભા રહી ધરતીમાતાનું પૂજન કરવું. હળ-ટ્રેકટર ગાડું - બળદની પૂજા કરવી. પરિવાર સાથે ક્ષેત્રપાલ દેવને કંસાર ખીચડો અર્પણ કરી પરિવાર સાથે ખેતરમાં ભોજન લેવું. ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોઇ પૂજા નૈવધ ધરાવવાથી અન્ન ઉત્પાદન, પશુઆરોગ્ય સારુ રહે છે. અક્ષયતૃતીયાએ હળ-બળદની પૂજા કરી હળોતરાનું શુભમુર્હૂત 12 થી 1-10 વચ્ચે કરાય છે.

ABOUT THE AUTHOR

...view details