ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા યોજાયેલ 7માં અધિવેશનનું આજે સમાપન - રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ

મહેસાણાઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘનું 7મું રાષ્ટ્રીય અધિવેશનનો આજે અંતિમ દિવસ કેન્દ્રીય પ્રધાન રમેશજી પોખરીયલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ RSSના સર કાર્યવાહક ભૈયાજી જોશી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. અધિવેશનમાં 3 પ્રસ્તાવ માન્ય રખાયા હતા પર્યાવરણ જાળવણી, સક્ષમ શિક્ષણ અને શિક્ષક અને શિક્ષણ સમસ્યા અંગે પ્રસ્તાવને માન્ય રખાયા છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘ દ્વારા યોજાયેલ 7મા અધિવેશનનું આજે સમાપન

By

Published : Nov 10, 2019, 7:55 PM IST

મહેસાણા ખાતે આવેલી ગણપત યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ દિવસથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આયોજીય રાષ્ટ્રીય કક્ષાના 7માં અધિવેશનનું આજે સમાપન કરાયું છે, ત્યારે રાષ્ટ્રમાં શૈક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના આ પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી રમેશજી પોખરીયલ અને RSSના સર કાર્યવાહક ભૈયાજી જોશી અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાજરી આપતા શ્રોતાઓને સંબોધન કરી સારા શૈક્ષણ માટે એક સારા શિક્ષકનું મહત્વ સમાજવ્યું હતું.

સાથે જ તમામ ઉપસ્થિત લોકોએ અયોધ્યામાં રામમંદિર બનાવવાના નિર્ણયને આવકારતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ અધિવેશનમાં રાષ્ટ્રના 27 રાજ્યોના શિક્ષકો અને અધ્યપકો ઉપસ્થિત રહી શૈક્ષણમાં સુધારા માટે ના રાષ્ટ્ર વ્યાપી વિચારોનું ચિંતન અને મનોમંથન કર્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘ દ્વારા યોજાયેલ 7મા અધિવેશનનું આજે સમાપન

આ અધિવેશનમાં કેન્દ્રીય પ્રધાન દ્વારા પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરતા 33 વર્ષ બાદ ભારતમાં નવી શૈક્ષણ નીતિનું ઘડતર થઈ રહ્યું છે, ઉદ્યોગ,ટેકનોલોજી અને વિઝન સાથે નવી નીતિ અમલમાં આવશે જે કહી શકાય કે 1986 પછી પહેલી વખત ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે.
દેશમાં આગામી 25 ડિસેમ્બરના રોજ નવી શિક્ષણ નીતિ લાગુ થવાના અણસાર વચ્ચે અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસે થશે જાહેરાત નવી શિક્ષા નીતિ 25 ડિસેમ્બર ના રોજ દેશ સમક્ષ મુકવા વડાપ્રધાન ને પણ રજૂઆત કરાશે.
25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી બાજપાઇજીનો જન્મ દિવસ છે તે દિવસે શક્યતાઓ વધારે રહી છે. તો રામ મંદિર મુદ્દે ઇન્ડોનેશિયાનું ઉદાહરણ આપ્યું હતું. અધિવેશનના અંતિમ દિવસમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. આમ એક શૈક્ષણમાં ક્રાંતિ અને રાષ્ટ્રના વિકાસ માટે મહાસંઘના અર્થાત પ્રયાસને વેગ આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details