- જિલ્લામાં શિક્ષણના વિકાસ માટે યોગ્ય સદસ્યને જવાબદારી સોપાય તે જરૂરી
- મહેસાણા જિલ્લા પંચાયતમાં સુંઢિયા બેઠકના ભાવિષા પટેલ સૌથી વધુ શિક્ષિત સદસ્ય
- ભાવિષા માસ્ટર ઓફ ટેકનોલોજીનો અભ્યાસ સાથે એન્જીનયરિંગ કોલેજમાં આપે છે શિક્ષણ
મહેસાણા:મહેસાણાજિલ્લા પંચાયતમાં 42 સદસ્યો ચૂંટાઈ આવ્યા છે, જેમાંથી પ્રમુખ પદે પ્રહલાદ પરમાર પોતે BA , B.EDનો અભ્યાસ કર્યો છે. જ્યારે ઉપપ્રમુખના અભ્યાસ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી. જો કે, જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન સ્થપાતા જિલ્લામાં જિલ્લા પંચાયત થકી સારો વિકાસ થાય તેવી લોકોની આશા રહેલી છે. ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતમાં સૌથી વધુ શિક્ષિત એવા સદસ્યની જો વાત કરવામાં આવે તો સુંઢિયા બેઠક પરથી 32 વર્ષની ઉંમરે પહેલી વાર ચૂંટણીમાં ઉમેદવારી કરી 12,224 મતો મેળવી સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભાવિષા પટેલે માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે. તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સૌથી વધુ શિક્ષિત સદસ્ય છે, જે છેલ્લા 10 વર્ષથી એન્જીનયરિંગ ક્ષેત્રે પ્રોફેસર તરીકે શિક્ષણ આપવાની સેવામાં જોડાયેલા છે.
મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી આ પણ વાંચો: રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
ડિજિટલ ઇન્ડિયાના લક્ષને વેગ આપતા ભાવિષા પટેલ ટેકનોલોજી અને વિજ્ઞાનના ચાહક બન્યા છે
ભાવિષા પટેલે પોતે IT ક્ષેત્રે શિક્ષણ મેળવ્યું છે અને તેઓ પોતાના 36,000 ઉમેદવારો પાસે સોશિયલ મીડિયાની માધ્યમથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આમ પોતાના જ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી તેઓ હરીફ ઉમેદવારથી વધુ મતો મેળવી વિજેતા બન્યા હતા. ભાવિષા પટેલ ગ્રામ્ય અને છેવાળાના વિસ્તાર સુધી શિક્ષણ અને સરકારી યોજનાઓ પહોંચે તેવો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય બનતા તેમને જનસેવાનું યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે, ભાવિષા પટેલે ITમાં પોતાની આગવી શૈલીને લઈ IIT જેવી સંસ્થાઓમાંથી 22 જેટલા એવોર્ડ મેળવ્યા છે અને પોતાના 5 જેટલા રિસર્ચ પેપર તૈયાર કર્યા છે.
સ્ત્રીસશક્તિકરણ અને શિક્ષણ ટેકનોલોજીને આગળ ધપાવવા મક્કમ
મહેસાણા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિ એક એવી સમિતિ છે જે જિલ્લામાં શિક્ષણના સંચાલન થકી જિલ્લા સહિત રાષ્ટ્રના ભાવિનું યોગ્ય ઘડતર કરી શકે છે, ત્યારે ભાવિષા પટેલને પૂછતાં તેમણે પોતાની પાર્ટી યોગ્ય તક આપશે તો શિક્ષણ ક્ષેત્રે સારો વિકાસ કરવાની તૈયારીઓ બતાવી છે. મહત્વનું છે કે, શિક્ષિત વ્યક્તિના હાથમાં શિક્ષણ સમિતિનું સંચાલન થાય તો શિક્ષણનો વિકાસ આપો આપ શક્ય બની શકે ત્યારે મહેસાણા જિલ્લા પંચાયત માટે ભાજપ શિક્ષણ સમીતીનું સુકાન સૌથી વધુ શિક્ષિત સદસ્ય ભાવિષા પટેલના હાથમાં સોંપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
આ પણ વાંચો:મહેસાણામાં જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ