ગુજરાત

gujarat

ETV Bharat / state

4 વર્ષ બાદ ધરોઈ ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું, 16 લાખ લોકો માટે રાહતના સમાચાર

મહેસાણા: શહેરમાં આવેલ ધરોઈ ડેમમાં 4 વર્ષ બાદ પ્રતિ કલાકે 65.70 લાખ લીટરની ક્ષમતાએ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેના માટે 105 કીમી દૂર ગાંધીનગરના પિયજ ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી લેવામાં આવ્યું છે. ધરોઈ ડેમએ ઉત્તર ગુજરાતના 9 શહેરો અને 538 ગામડાઓ માટે પીવાના અને સિંચાઈના પાણી પુરા પાડી જીવાદોરી સમાન ગણાતો ડેમ છે. પરંતુ, ચાલુ વર્ષે ધરોઇના નીર તળિયે બેસતા ડેમમાં પાણીની અછત સર્જાઈ છે. ત્યારે, આ ડેમમાં 4 વર્ષ બાદ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.

ETV BHARAT Mehsana

By

Published : Aug 15, 2019, 6:14 AM IST

Updated : Aug 15, 2019, 1:44 PM IST

વર્ષે 2004માં 294 કરોડના ખર્ચે 105 કીમી લાંબી પાઇપો નાંખવામાં આવી હતી. જે પાઇપ લાઇનથી પ્રતિ કલાકે 1.76 કરોડ લીટર પાણી ડેમમાં ઠાલવી શકવાની ક્ષમતા રહી છે. ત્યારે, હાલમાં આ ડેમમાં પ્રતિ કલાકે 56.70 લાખ લીટર પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, આજે 14 વર્ષ પહેલાં 294 કરોડના ખર્ચે નાંખવામાં આવેલી નર્મદાના નીર લાવવા માટેની પાઇપ લાઇન ધરોઈ ડેમને જીવંત રાખવામાં ઉપયોગી બની છે. આ ડેમથી 9 શહેરો અને 538 ગામડાઓને પીવાના પાણી અને મહેસાણા, સાબરકાંઠા જિલ્લાની 177 ગામની 82.699 હેકર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળતો રહેશે.

14 વર્ષ બાદ ધરોઈ ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું

હાલમાં ધરોઈ ડેમમાં પાણીનો કુલ જથ્થો 22 ટકા જેટલો રહ્યો છે. આ ડેમમાં પહેલી ઓગસ્ટથી ચોમાસાની સીઝનમાં વધતા ઓછા પ્રમાણમાં પાણીની આવક થતા ડેમની જળ સપાટી 581 ફૂટથી 9 ફૂટ સુધી વધીને હાલમાં 592 ફૂટ પર પહોંચી છે. નર્મદાના નીર પાઇપ લાઇનથી પ્રતિ કલાક 55 ક્યુસેક ધરોઈ ડેમમાં લાવવામાં આવી રહ્યું છે. નર્મદાના આ પાણીથી માત્ર પીવાના પાણીની ગરજ સારી શકાય તેમ છે. પરંતુ, હાલમાં આપવામાં આવતું પાણી વિશાલ ધરોઈ ડેમને ભરવા પૂરતું ન હોઈ આ વિસ્તારમાં વરસાદ સારો થાય અને ડેમ 622 ફૂટ જેટલો ભરાઇતો આગામી દિવસોમાં ધરોઈ આધારિત 98 હજાર હેકટર કામન્ડ એરિયામાં સિંચાઈના પાણી વિતરણ પણ થઈ શકે તેમ છે. સ્થાનિકો ડેમમાં વધુ નર્મદાના નીર પહોંચાડવા માટે સરકાર પાસે માગ કરી રહ્યા છે.

Last Updated : Aug 15, 2019, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details