- પેરોલ પર આવેલ હત્યાના આરોપીએ ગળે ફંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- જેલમાં જવા ન માંગતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે
- મહેસાણાના વિજાપુર પોલિસે ગુન્હો નોંધી વધું તપાસ હાથ ધરી હતી
મહેસાણા: જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે અજિત રાવળ નામના વ્યક્તિ સામે કોટડી ગામના વ્યક્તિની હત્યાનો ગુન્હો નોંધાયો હતો. આથી, સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે, અમુક કારણોસર હત્યાના આરોપી અજિત રાવળને પેરોલ પર રાખી તેના ઘરે જવા રજા અપાઈ હતી. જે બાદ, તેને પેરોલની રજા પૂર્ણ થવાના 3 દિવસ બાકી હતા ત્યારે જ, ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો:કાનપુરમાં યુવતીએ સાસરિયાઓ અને પતિના ત્રાસથી કરી આત્મહત્યા