થોડા દિવસ પહેલાં 17 વર્ષીય સગીરા સાથે થયેલાં દુષ્કર્મની ફરિયાદ વડનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને ત્રણ દિવસ થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતા. જેથી વડનગરમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વડનગરમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો
વડનગરઃ જિલ્લામાં ચકચાર મચાવનાર લવજેહાદના કિસ્સામાં આરોપીની ધરપકડ કરાઈ છે. થોડા દિવસ પહેલાં બનેલી આ ઘટના અંગે પોલીસ તંત્રમાં ફરિયાદ કરાઈ હતી. છતાં ત્રણ દિવસ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. જેથી હિન્દુ સંગઠન દ્વારા તંત્રનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરિણામે પોલીસને કેસ અંગે તપાસ કરવાની ફરજ પડી હતી.
હિન્દુ સંગઠન દ્વારા મામલદારને આવેદન પાઠવીને પોલીસની નિષ્ક્રિયતા અંગે રજૂઆત કરાઈ હતી. પરિણામે તંત્રએ ઘટનાની તપાસ હાથ ઘરી હતી. જેમાં આરોપી જાહિદ મન્સૂરીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. બાદમાં વધુ તપાસ માટે કોર્ટમાં રિમાન્ડની માગ કરી ફરિયાદ આધારે ગુનાની કાર્યવાહી હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે, આરોપી જાહિદ મન્સૂરીએ 17 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબધ રાખી તેમની અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કર્યુ હતું.