ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં રેમડેસીવીરના કાળા કારોબારમાં આરોપી ગુડ્ડીના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલમાં ધકેલાઈ - રેમડેસીવીરની કાળાબજારી

રેમડેસીવીર કાળા બજારી કરવાના કેસમાં કડીની નર્સના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થઇ ગયા હતાં. જે બાદ આ આરોપીને વધુ કાર્યવાહીના ભાગ રૂપે સબજેલમાં ખસેડવામાં આવી છે.

કડીમાં રેમડેસીવીરના કાળા કારોબારમાં આરોપી ગુડ્ડીના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલમાં ધકેલાઈ
કડીમાં રેમડેસીવીરના કાળા કારોબારમાં આરોપી ગુડ્ડીના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલમાં ધકેલાઈ

By

Published : Apr 24, 2021, 10:23 PM IST

  • રેમડેસિવિરના કાળાબજારોની નર્સ પર છે આરોપ
  • પોલીસ કસ્ટડી પૂર્ણ થતાં જેલમાં મોકલાઇ 3
  • કસ્ટડીમાં કોઇ ખાસ વિગત નથી આવી સામે

કડી: રિધમ હોસ્પિટલની એક ગુડ્ડી નામની નર્સ દ્વારા કોરોનાનાં સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળા બજાર કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં આરોપી ગુડ્ડી સાથે આ કેસમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે તપાસ કરવા કોર્ટે આરોપી ગુડ્ડીને બે દિવસના રિમાન્ડ પર મોકલી હતી. જે પૂર્ણ થતાં તેને સબ જેલમાં મોકલી આપવામાં આવી છે.

વધુ વાંચો:રેમડેસીવીર કાંડ – હાઇકોર્ટે સી. આર. પાટીલ અને ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાને નોટિસ ફટકારી

બે દિવસની કસ્ટડીમાં માત્ર એક નામ આવ્યું સામે

રેમડેસિવિરના કાળાબજારી કરવાના કેસમાં આરોપી ગુડ્ડી સાથે આ કેસમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે કે કેમ તે તપાસ કરવા કોર્ટે આરોપી ગુડ્ડીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવી હતી. જો કે બે દિવસના રિમાન્ડમાં કડી પોલીસે આરોપી ગુડ્ડી પાસેથી કોઈ ખાસ માહિતી કઢાવી શકી નથી. માત્ર પુરાવા વિના જ કડી પોલીસના મુખ્ય અધિકારીએ ગુડ્ડીને આ ઇન્જેક્શન ચોરી કરી લાવી હોવાનો સૂર રેલાવ્યો છે. તો બીજી તરફ તપાસ અધિકારીએ જણાવ્યું છે કે આરોપીની પૂછપરછ દરમિયાન માત્ર એક વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે. જો કે હજુ સુધી આ કેસમાં કોઈ વધુ કે ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી અને આરોપી ગુડ્ડીને જ્યૂડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.

વધુ વાંચો:રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડમાં 7 લોકો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

ABOUT THE AUTHOR

...view details