- હત્યાના ગુનાનો આરોપી 20 વર્ષ બાદ ઝડપાયો
- વિજાપુર તાલુકાના ગવાડા ગામથી ઝડપાયો
- આરોપી મુંબઇમાં એકની હત્યા નાસી છૂટ્યો હતો
મહેસાણાઃ વિજાપુર તાલુકાના ગવાડામાં રહેતાં શંભુ રાવલ 20 વર્ષ પહેલાં મુંબઇમાં ફૂલનો ધંધો કરતાં હતા. જે તે સમયે થયેલા ઝગડામાં શંભુ મુંબઇમાં એકની હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે મુંબઇ ઇસ્ટ થાને પોલીસ મથકે આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગવાડા ગામમાંથી આરોપીને ઝડપ્યો
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમની શોધમાં અગાઉ 2થી 3 વખત ગવાડા ગામે આવી હતી, પરંતુ તે હાથ લાગ્યો નહોતો. જો કે, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના PSI દત્તાત્રેય સરક અને તેમની ટીમ વિજાપુર આવી હતી. વિજાપુર પોલીસ સ્ટેશનના PI આર.એલ.પારગીની મદદ લઇ શુક્રવાર વહેલી સવારે ગવાડા ગામના રાવલવાસમાં છાપો માર્યો હતો. જ્યા શંભુ રાવલ ઝડપાઇ જતાં તેમને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના હવાલે કરવામાં આવ્યો હતો.