ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને 10 વર્ષની કેદ - Misdemeanor on Sagira

મહેસાણામાં 4 વર્ષ પહેલા સગીરાની એકલતાનો ફાયદો ઉઠાવી વિજય ઠાકોર નામના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સગીરાના પરિવારે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા પોક્સો કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 18,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મહેસાણામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને 10 વર્ષની કેદ
મહેસાણામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને 10 વર્ષની કેદ

By

Published : Mar 31, 2021, 12:00 PM IST

  • વડનગરના સુંઢિયામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની કેદ
  • સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરાયું
  • મહેસાણા પોકસો કોર્ટે 10 વર્ષની સજા અને 18500 રૂપિયાનો દંડ ફટકાર્યો

આ પણ વાંચોઃરામલીલા ફિલ્મનો વિરોધ કરતા આગેવાનોને મેટ્રો કોર્ટે કર્યા નિર્દોષ મુક્ત

મહેસાણાઃ જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા સુંઢિયા ગામમાં 4 વર્ષ અગાઉ ગામમાં રહેતા બે બાળકોના પિતા એવા વિજય ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ સગીરા એકલી હોવાનો વિજય ઠાકોરે ફાયદો ઉપાડ્યો હતો.

આ પણ વાંચોઃસુપ્રીમ કોર્ટના નિર્ણય પર સાયરસ મિસ્ત્રીએ કહ્યું, મારી અંતરાત્મા સાફ

સરકારી વકીલની દલીલને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને સજા ફટકારી

વિજય ઠાકોર સગીરાનું અપહરણ કરી તેને જુદી જુદી જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. સગીરાના પરિવારે આ અંગે વિજય ઠાકોર સામે ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મહેસાણાની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે સરકારી વકીલ નિર્મલ શાહે રજૂ કરેલા પૂરાવા અને હસુમતી મોદીને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને 10 વર્ષની કેદ અને 18,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ABOUT THE AUTHOR

...view details