- મહેસાણા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યા કેસમાં સજા ફટકારી
- કોર્ટે આઝાદ ચોક મહિલા મર્ડર કેસના આરોપીને જન્મટીપની સજા ફટકારી
- મહેસાણા આઝાદ ચોક મહિલા મર્ડર કેસનો પોણા ત્રણ વર્ષે ચુકાદો
મહેસાણા: શહેરમાં વર્ષ-2018માં સફાઈ કામદારની પત્ની પર પુરુષે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતાં સર્જાયેલી બાબતમાં પરિણીત મહિલાને પામવા માંગતા હરેશ ભંગી નામના યુવકે આવેશમાં આવી જતા પોતાની સાથે રાખેલી છરી મારી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેવામાં મહિલાનો પતિ આવી જતાં તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ હુમલાખોર યુવક ફરાર થઈ ગયો હતો. જોકે છરી વડે હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં મહિલાના પતિએ હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:ભાવનગરના હાથબ ગામે ત્રણ વર્ષ પૂર્વે જમીન બાબતે થયેલી હત્યાના આરોપીને આજીવન કેદ