મહેસાણા જિલ્લા ઊંઝા APMCએ વૈશ્વિક ક્ષેત્રે નામના ધરાવતી ખેતીવાડી મંડળી છે. જ્યાં ન માત્ર ખેડૂતો અને વેપારીઓ પરંતુ આ સહકારી સંસ્થા ઊંઝા શહેર અને તાલુકાના લોકો માટે પણ સમાજ ઉપયોગી કાર્ય કરી જનસેવાના કર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે એટલે કે બુધનારના રોજ તાલુકા વિસ્તારમાં રહેતા એવા પરિવારો કે જેઓ અકાળે અકસ્માતનો ભોગ બનેલા છે તેવા 28 પરિવારોને કુલ 54 લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે.
ઊંઝા APMC દ્વારા અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરાયા
મહેસાણા: જિલ્લામાં આવેલ વૈશ્વિકની પ્રથમ શ્રેણીના ગણાતા ઊંઝા APMC દ્વારા તાલુકાના વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલાઓના 28 જેટલા પરિવારને અકસ્માત વીમા જૂથ યોજના થકી આર્થિક સહાય આપવામાં આવી હતી.
Etv Bharat
દરેક પરિવારને વીમા પોલિસી અનુસાર 2 લાખની સહાય અપાઈ છે. જ્યારે કેટલાક લાભાર્થીઓની સહાય વીમા કંપનીએ કોર્ટ મેટરને લઈ ઊંઝા APMC દ્વારા વકીલની મદદથી વ્યાજ સાથે વિમાની સહાય લાભાર્થીઓને આપવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેસાણા જિલ્લા કલેકટરે લાભાર્થી પરિવારોને મળેલ સહાય યોગ્ય રીતે ઉપયોગ કરવા સૂચન કરાયું હતું.