- મહેસાણા જિલ્લામાં લાભ પાંચમે ખેડૂતોએ પાક વેચાણના શ્રીગણેશ કર્યા
- વિજાપુર, સતલાસણા અને ખેરાલુ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઇ
- બજાર અને ટેકાના ભાવ સમકક્ષ મળતા ખેડૂતો રાજીના રેડ થયા
- ગત વર્ષની સરખામણીએ 1 લાખ બોરી વધુ આવક થવાનો અંદાજ
મહેસાણાઃ જિલ્લામાં લાભ પાંચમ થી દરેક ધંધા રોજગારની શરૂઆત સાથે જિલ્લાના માર્કેટયાર્ડ પણ શરૂ થતાં ખેડૂતોએ પાક વેચવા માટે શ્રીગણેશ કર્યા છે. જેમાં સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના વિજાપુર, ( Vijapur Market Yard ) સતલાસણા અને ખેરાલુ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ( MSP ) મગફળી ખરીદીનું (Groundnuts) આયોજન કરવામાં આવેલું છે.
ખુલ્લાં બજારમાં મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતો રાજી આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ
ટેકાના ભાવે ( MSP ) મગફળી (Groundnuts) માટે અગાઉથી મેસેજ દ્વારા ખેડૂતોને મગફળી લઈ આવવા જાણ કરાઈ હતી. ચાલુ વર્ષે વિજાપુર માર્કેટયાર્ડમાં ખેડૂતોને 1130 જેટલા ટેકાના ભાવ સામે બજારભાવ પણ 1000 થી લઈ 1130 જેટલો મળતા ખેડૂતો ખુશી વ્યક્ત કરી પોતાનો મગફળીનો પાક વેચી રહ્યા છે. ઉપરાંત સરકારે ટેકાના ભાવથી પાકોની ખરીદી કરવાનું આયોજન કર્યા બાદ ખુલ્લા બજારમાં પણ મગફળી સહિતના પાકોના સારા ભાવ ખેડૂતોને મળતા થયા હોવાનું માની રહ્યાં છે.
આ પણ વાંચોઃ Junagadh Farmar : ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાને અયોગ્ય અને મુશ્કેલ, MSP વધારવાની માગ કરતાં ખેડૂતો
આ પણ વાંચોઃ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, રાજકોટમાં પ્રથમ દિવસે જ જોવા મળ્યો નિરુત્સાહ