ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજાપુરના ડાભલા ગામમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું ઘટનાસ્થળે મોત - મહેસાણા પોલીસ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા વસઈ ગામમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર 2 યુવકમાંથી 1 યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

વિજાપુરના ડાભલા ગામમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું ઘટનાસ્થળે મોત
વિજાપુરના ડાભલા ગામમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું ઘટનાસ્થળે મોત

By

Published : Jun 4, 2021, 2:18 PM IST

  • વિજાપુર તાલુકામાં વસઈ ગામના યુવકોને નડ્યો અકસ્માત
  • ડાભલા ગામમાં ડમ્પર પાછળ બાઈક ટકરાતા એક યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત
  • વસઈ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી

મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા વસઈ ગામના 2 યુવક બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમનું બાઈક ડમ્પરના પાછળ અથડાતા 2માંથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે મળતી વિગત અનુસાર, વસઈ ગામમાં રહેતા ચંદન મુળચંદભાઈ પરમાર અને કેયુર વિનોદભાઈ પરમાર બંને યુવક બાઈક પર જઈ રહ્યા હતા. તેઓ ડાભલા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક ડમ્પરે તેમના બાઈકને ઓવરટેક કરી આગળ જઈને બ્રેક લગાવી હતી. એટલે યુવકનું બાઈક ડમ્પર સાથે અથડાયું હતું.

આ પણ વાંચો-વલસાડના કરાયાગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, દંપતીનું મોત

ડમ્પરે અચાનક બ્રેક મારતા યુવકનું બાઈક ડમ્પર સાથે અથડાયું હતું

જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા વસઈ ગામના આ બંને યુવકના બાઈકને ડમ્પર સાથે અકસ્માત થયો હતો. પાછળથી આવતા ડમ્પરે બાઈકને અચાનક જ ઓવરટેક કરી આગળ જઈને બ્રેક લગાવી હતી, જેના કારણે યુવકનું બાઈક ડમ્પર સાથે અથડાયું હતું. એટલે ચંદનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો-વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

પોલીસે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધી

યુવકો બપોરે એકાદ વાગે તેઓ ડાભલા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતા ડમ્પરના ચાલકે ઓવરટેક કરી બ્રેક લગાવી હતી. જેના કારણે બાઈક ડમ્પર પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચંદનકુમારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કેયૂરને ગંભીર ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે વસઈ પોલીસે અકસ્માત બાદ ડમ્પર મૂકી ભાગી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details