- મૈત્રી કરાર કરીને લગ્ન કરવાની લાલચ આપી ગુજાર્યું દુષ્કર્મ
- યુવતીએ ગર્ભધારણ કરતા યુવકે તેના સાગરિતો સાથે મળીને માર માર્યો
- યુવકની હરકતોથી ત્રસ્ત બનીને યુવતીએ ઝેરી દવા પી લીધી
મહેસાણા :બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને વચ્ચે મૈત્રી કરાર થયો હતો. જો કે, મૈત્રી કરાર છતાં યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને યુવતીને ગર્ભવતી બનાવી હતી, ત્યાર બાદ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે પોતે પરિણીત હોવાનું અને તેને સંતાન હોવાનું જણાવ્યું હતું. લગ્નની વાતમાં તકરાર સર્જાતા યુવકે તેના સાગરિતો સાથે મળીને પીડિત યુવતી સાથે મારામારી કરી હતી. આ સાથે જાતિ વિષયક અપશબ્દો બોલતા યુવતીને લાગી આવ્યું હતું. જેથી યુવતીએ ઊંઘની દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
વિસનગરમાં યુવકે લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી આ પણ વાંચો :સુરતમાં યુવક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી રૂપિયા 1.26 કરોડ પડાવ્યા
હોસ્પિટલ વર્ધી મળતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી
પોલીસે યુવતીનું નિવેદન લીધું હતું. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, યુવતીને લગ્નની લાલચે ફસાવવામાં આવી હતી. દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવ્યા બાદ તકરાર કરીને માર મારતા દુષ્કર્મના મુખ્ય આરોપી ભરત ઠાકોર અને તેના ભાભી, ભાઈ સહિત કુલ 5 શખ્સો સામે એટ્રોસિટી, દુષ્કર્મ અને મારામારી સહિતના ગુના નોંધીને મુખ્ય આરોપી ભરત ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વડનગરમાં યુવકે વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
અનુસુચિત જાતિના લોકો સાથે થયેલા અત્યાચારોની અન્ય ઘટના
લીંબ ગામમાં દલિત સમાજની દીકરીની જાન પર પથ્થરમારાની ઘટનામાં 9 લોકોની ધરપકડ
21મી સદીમાં પણ ગુજરાતમાં જાતિવાદ યથાવત છે. જેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામેથી. જ્યાં અનુસુચિતજાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હતો. આ મામલે કેટલાક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જે બાદ આ મામલે આંબલીયારા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
કેશોદમાં થયો ઉના જેવો કાંડ, દલિત મહિલાના હાથ પગ બાંધી મૂઢ માર મરાયો
કેશોદ તાલુકાના અગતરાઈ ગામમાં ઉના જેવો કાંડ આવ્યો છે. આ ગામની દલિત મહિલાને ગામના જ કાના નામના એક વ્યક્તિએ હાથ-પગ બાંધી ઢોર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા છે. જેથી મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
નાંદીસણ ગામમાં જાતિવાદની ઘટના, પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી
અરવલ્લી જિલ્લામાં વધુ એક વાર જાતિવાદની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના નાંદીસણ ગામમાં યુવતીના લગ્ન પ્રસંગે તેના ભાઈએ સાફો પહેર્યો હતો, જેના સામે ગામના મહિલા સરપંચના પતિ અને તેના પુત્રએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વરઘોડો અટકાવતા મામલો તંગ બન્યો હતો. જોકે, સમયસર મોડાસા રૂરલ પોલીસ પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો.
દલિત અત્યાચાર મામલો: દલિત આગેવાનો દ્વારા DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા CMને કરાઇ રજૂઆત
ગાંધીનગર: મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન DYSP ફાલ્ગુની પટેલ મગજ પરનું કાબૂ ગુમાવતા મન ફાવે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેને લઇને સમગ્ર મામલે દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને ચીફ સેક્રેટરી સુધી D.Y.S.P ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. તો આ સાથે જ આ આયોજન પુર્ણ કાવતરૂ ઘડ્યું હોવાની આશંકાએ SRT રચના કરવાની પણ માંગ કરી હતી.
સાવરકંડુલાના થોરડીમાં દલિત દંપતી પર અત્યાચાર
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં દલિત દંપતીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જમીન પચાવી પાડવા કાવતરું રચવા 8 જેટલા ઈસમોએ વાડી વિસ્તારમાં બોલાવી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પાલનપુરના સરીપડા ગામે દલિત વરરાજા ઘોડે ચઢતાં પથ્થરમારો થયો, 3 ઘાયલ
પાલનપુરના સરીપડા ગામે દલિત આર્મીમેનને ઘોડે ચઢવાનુ ભારે પડ્યું હતું.ગામના ઠાકોર સમાજના લોકોએ વરરાજાની ઘોડેસવારીનો વિરોધ જતાવતાં જાન પર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે મામલો ગરમાયો હતો. જોકે બાદમાં દલિત સમાજના જાનૈયાઓની જાન પોલીસ પ્રોટકશન સાથે માંડવે પહોંચી હતી. દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલાં એક વૃદ્ધ સહિત બે જણને સારવાર માટે ખસેડાયાં હતાં.
21મી સદીમાં શિક્ષકને લાગે છે આભડછેટ, વીડિયો વાયરલ
રાજકોટઃ 21મી સદીમાં પણ ગુજરાતમાં જાતિવાદ યથાવત છે. જેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા સંચાલિત રાજમોતી શાળામાં દલિત બાળાઓ સાથે શિક્ષકો જ્ઞાતિ ભેદ રાખે છે. આ સમગ્ર બાબતને ઉજાગર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતુ થયું હતું. આ બાબતે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપલેટા દોડી આવ્યાં હતાં. તેઓ સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાં જાતિવાદ જોવા મળી રહ્યો છે.
ખંભીસર દલિત વરઘોડા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ
ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નિકળવાનો હતો, પરંતું વરઘોડો જે માર્ગો પર નિકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ પર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કરાણે સમગ્ર મામલો બીચકાયો હતો. આ સમયે જૂથ અથડામણ પણ થઇ હતી. જેમાં મોડાસા રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજમાં 35 લોકો સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ
સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે ચાર દિવસ પહેલા જાનૈયાઓ દ્વારા ડીજે વગાડવાના મુદ્દે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો. જેના પગલે ગ્રામજનો તેમજ આવેલા જાનૈયાઓને વિરોધાભાસ થવાને પગલે ચાર દિવસ બાદ દીકરીના પિતાએ એક સાથે 35 લોકો પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગત રવિવારના રોજ અનુસૂચિત જાતિના વરઘોડા વખતે જૂથ અથડામણ થઇ હતી. આ અંગે પોલીસે 150ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. જેમાં ઇ.પી.કો ની અન્ય કલમો સાથે એટ્રોસીટીની કલમ પણ દાખલ કરવામાં આવી છે.