મહેસાણા: ખાતે વાલ્મિકીનગર પાછળ ઠાકોરવાસમાં રહેતો 45 વર્ષીય કાંતિજી ઠાકોર બપોરના સુમારે નજીકમાં આવેલ તળાવમાં ન્હાવા પડ્યો હતો. જો કે, તળાવમાં તરતા આવડતું હોવાથી યુવાન લાંબો સમય તળાવમાં રહ્યો હતો. જો કે, તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા બાદ યુવાન અડધો કલાક સુધી બહાર ન આવતા તળાવ પાળે બેઠેલા યુવાને બુમાબુમ કરી સ્થાનિકોને બોલાવતા સ્થાનિક લોકોએ મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી.
મહેસાણામાં તળાવમાં ન્હાવા પડેલા યુવાન ડૂબી જતાં મોત - latest news in mehsana
મહેસાણામાં વાલ્મિકીનગર પાછળ ઠાકોરવાસમાં રહેતો એક યુવાન તળાવના પાણીમાં ન્હાવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મહેસાણા ફાયર ટીમ દ્વારા તળાવમાં શોધખોળ કરી પાણીમાં ગરકાવ થયેલા યુવાનનો મૃતદેહ શોધી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.
મહેસાણામાં તળાવમાં ન્હાવા પડેલ યુવાન ડૂબી જતાં મોત
મહેસાણા ફાયર ટીમ દ્વારા તળાવમાં શોધખોળ કરી પાણીમાં ગરકાવ થયેલા યુવાનનો મૃતદેહ શોધી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મૃતકનો પરિવાર ભારે આક્રંદ સાથે શોકમય બન્યો હતો, તો ઘટના અંગે મૃતકને તરતા આવડતું હોવા છતાં પાણીમાં કેવી રીતે ડૂબ્યો તે બાબતની ચર્ચાએ લોકોમાં શંકાનું સ્થાન લીધું હતું.