ગુજરાત

gujarat

ETV Bharat / state

નવનિયુક્ત રેલવે પ્રધાનનો એક વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યા છે પ્રશંસા

નવનિયુક્ત રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ચર્ચામાં આવ્યા છે. શુક્રવારે વડનગર રેલ્વે સ્ટેશન પર જે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી એ ટ્રેનના એન્જીનમાં રેલ્વે પ્રધાન પ્રવાસ કર્યો હતો અને ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આ અંગેનો વીડિયો ANI દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જે હાલમાં વાયરલ છે.

railway
નવનિયુક્ત રેલવે પ્રધાનનો એક વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યા છે પ્રસંશા

By

Published : Jul 17, 2021, 2:00 PM IST

Updated : Jul 17, 2021, 2:09 PM IST

  • નવા રેલવે પ્રધાન થોડા જ સમયમાં ચર્ચામાં
  • વડનગરથી ટ્રેનના એન્જીનમાં કરી સફર
  • વીડિયો થયો વાયરલ

વડનગર: વડનગરના જે રેલ્વે સ્ટેશન પર વડા પ્રધાન મોદી ચા વહેંચતા હતા તેન રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતુ અને શુક્રવારે તે રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડનગરમાં શુક્રવારે દેશના નવા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ એક્શન મોડમાં જોવા મળ્યા હતા.વડનગરથી શરૂ કરવામાં આવેલી નવી ટ્રેનના એન્જિનમાં સવાર થઈને ટ્રેન વિશે માહિતી મેળવી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે વડનગર રેલ્વે વિભાગનું નિરીક્ષણ કર્યું હતું અને એન્જિનના પાઇલટની સાથે એન્જિનમાં પ્રવાસ કર્યો હતો.

ANI પોસ્ટ કર્યો વીડિયો

ન્યૂઝ એજન્સી ANIએ એક ટૂંકો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે, જેમાં રેલ્વે પ્રધાન ટ્રેનના એન્જિનમાં પાઇલટની સાથે સવાર જોવા મળે છે. 52-સેકન્ડના વીડિયોમાં વૈષ્ણવ ટ્રેન ઓપરેશન દરમિયાન થતી અસુવિધાઓ અને ફરિયાદો અંગે અધિકારીઓ અને પાઇલટ્સ પાસેથી માહિતી લેતા જોવા મળે છે. આ સાથે તે મુસાફરીનો સમય વિશે પણ પૂછતા જોવા મળી રહ્યા છે.

વીડિયો વાયરલ

ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લોકો વાંરવાર જોઈ રહ્યા છે અને આ વીડિયો વાયરલ થયો છે. લોકો દ્વારા અશ્વિની વૈષ્ણવના આ પગલાની પ્રશંસા થઈ રહી છે.

Last Updated : Jul 17, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details