- મહેસાણાની સાંઈ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલને વેન્ટિલેટર ભેટ અપાયા
- મહેસાણા જિલ્લાના દર્દીઓ માટે ઉપયોગી બનશે આ વેન્ટિલેટર
- નાયબ મુખ્યપ્રધાને વેન્ટિલેટરની ટેક્નિકલ માહિતી પણ મેળવી
મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં DyCMના હસ્તે વેન્ટિલેટર ભેટમાં અપાયા - વેન્ટિલેટર દાન
વર્તમાન સમયમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ ગંભીર થઈ જતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખી મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં એક ખાનગી કંપની દ્વારા વેન્ટિલેટર ભેટમાં આપવામાં આવ્યા હતા. આ વેન્ટિલેટરની ભેટ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આપવામાં આવી હતી. કોઈ પણ દર્દીને સારવારમાં કોઈ તકલીફ ન પડે તે માટે વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા.
![મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં DyCMના હસ્તે વેન્ટિલેટર ભેટમાં અપાયા મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં DyCMના હસ્તે વેન્ટિલેટર ભેટમાં અપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10012811-thumbnail-3x2-veltilator-7205245.jpg)
મહેસાણાઃ સાંઈ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મેઘમણી ફાઈનકેમ લિમિટેડ દ્વારા વેન્ટિલેટર ભેટમાં આપવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે, કોવિડના દર્દીઓની સારવાર માટે સેવાકીય સંસ્થાઓનો પણ સહયોગ મળ્યો છે. મહેસાણા કોવિડ હોસ્પિટલમાં મેઘમણી ફાઈનકેમ લિમિટેડ દ્વારા વેન્ટિલેટર ભેટ આપવામાં આવી છે. આનો લાભ જિલ્લાના દર્દીઓને મળશે. તેમણે વેન્ટિલેટરના ટેક્નિકી જાણકાર પાસે વેન્ટિલેટરની તમામ ટેક્નિકલ માહિતી મેળવી હતી.