મહેસાણાઃ કોવિડ 19 વાઈરસ સંક્રમણને અટકાવવાના ભાગ રૂપે બેચરાજી તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા દ્વારા અનોખી પહેલ કરાઇ છે. ખેતીમાં દવા છંટકાવના અનોખા મશીન ફાલ્કન દ્વારા તાલુકાના 53 ગામડાઓમાં સોડિયમ હાયપો કલોરાઈટનો ઉપયોગ કરીને ગામડાઓને 5 દિવસમાં જીવાણું રહિત બનાવવા માટે અભિયાન હાથ ધર્યું છે.
ખેતરમાં વપરાતા મશીન દ્વારા ગામડાઓમાં સેનિટાઈઝ કરાયું
કોવિડ 19 વાઈરસ સંક્રમણને અટકાવવાના ભાગ રૂપે બેચરાજી તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા દ્વારા અનોખી પહેલ કરાઇ છે. ખેતીમાં દવા છંટકાવના સ્પ્રે મશીનથી ગામડાઓને સેનીટાઇઝ કરવાનો નવતર પ્રયોગ કરાયો હતો.
તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયાએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયા દ્વારા ખેતીમાં દવા છંટકાવનું મશીન જોયું હતું. આ મશીન ટી.સી.એલ કંપનીનું છે જેને ફાલ્કન મશીન કહેવામાં આવે છે.તેમણે જણાવ્યું કે આ કંપનીનો સંપર્ક સાધવાથી તેમણે અમને વિનામૂલ્યે રાષ્ટ્રસેવા માટે બે મશીન કોઇપણ ભાડુ લીધા વગર આપ્યા છે.
તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયાએ ઉમેર્યું હતું કે, શહેરો જાહેર સ્થળોને સોડિયમ હાયપોકલોરાઈટનો ઉપયોગ કરીને જીવાણું રહિત બનાવવા માટે નવા નવા પગલાઓ લઇ રહ્યા છે, આ મશીન થકી તાલુકાના 53 ગામડાઓને જીવાણું રહિત બનાવવા માટે અભિયાન હાથ ધરાઇ રહ્યું છે.