- બેચરાજી ખાતે વ્યંઢળો દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂપિયા 51,000 દાન કરાયું
- રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણની આ સમાજમાં ખુશી
- વ્યંઢળોનું રામ મંદિર માટે અનુદાન અન્ય લોકો માટે પ્રેરણારૂપ
મહેસાણા : જિલ્લામાં આવેલા ધાર્મિક યાત્રા ધામ એટલે કે, બેચરાજી ખાતે બહુચર માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં માતાજીના ભક્તો તરીકે ત્યાં ત્રીજી જાતિ એટલે કે, વ્યંઢળ વ્યક્તિઓનો પણ વસવાટ રહેલો છે. જેમને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખુશી વ્યક્ત કરતા પોતાના સમાજ વતી ભેગા મળી રૂપિયા 51,000 જેટલું દાન રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણ માટે બેચરાજી રામ મંદિર નિર્માણ નિધિ સમિતિને અર્પણ કર્યું છે.