મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી - બેચરાજી ગ્રામ પંચાયત
મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં(Taluka Panchayat) કુલ 610 જેટલી ગ્રામ પંચાયતો(Gram Panchayat)છે. દેશના અર્થતંત્ર માટે મહત્વની ભૂમિકા નિભાવતા વેરા વસુલત(Tax collection)ની કામગીરીને કોરોના ગ્રહણ લાગ્યા બાદ મહેસાણા જિલ્લામાં પુનઃ વેરા વસુલાતની (Tax collection)કામગીરી શરૂ થઈ છે. જિલ્લામાં કુલ 10 તાલુકા પંચાયતો હસ્તકની કુલ 610 ગ્રામ પંચાયતોમાં કુલ 36,69,68,410 જેટલી બાકી વેરા વસુલાત સામે છેલ્લા બે મહિનામાં 9,17,14,547 જેટલી વેરાની રકમ વસુલાત કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી
By
Published : Oct 22, 2021, 12:00 PM IST
|
Updated : Oct 22, 2021, 1:35 PM IST
મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી
તાલુકા પંચાયતમાં બે માસમાં કુલ 9.17 કરોડ વસુલાત કરી
રીઢા બાકીદારો વેરો ન ભરતા વર્ષો થી માંગણું અધ્ધરતાલ
મહેસાણાઃ જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં(Taluka Panchayat) કુલ 610 જેટલી ગ્રામ પંચાયતો(Gram Panchayat)છે. જેમાં 36.69 કરોડ જેટલી વેરા વસુલાત(Tax collection) બાકી છે. છેલ્લા બે માસમાં કુલ 9.17 કરોડ વસુલાત કરવામાં આવી છે. વેરા વસુલાતની નબળી કાર્યવાહીના કારણે આજે પણ 27.52 કરોડ જેટલી રકમની વેરા વસુલાત (Tax collection)બાકી જોવા મળી રહી છે.
મહેસાણા જિલ્લામાં વેરા વસુલાતની કામગીરી
દેશના અર્થતંત્ર માટે મહત્વની ભૂમિકા નિભાવતા વેરા વસુલત(Tax collection)ની કામગીરીને કોરોના ગ્રહણ લાગ્યા બાદ મહેસાણા જિલ્લામાં પુનઃ વેરા વસુલાતની કામગીરી શરૂ થઈ છે. જિલ્લામાં કુલ 10 તાલુકા પંચાયતો (Taluka Panchayat) હસ્તકની કુલ 610 ગ્રામ પંચાયતો(Gram Panchayat)માં કુલ 36,69,68,410 જેટલી બાકી વેરા વસુલાત (Tax collection)સામે છેલ્લા બે મહિનામાં 9,17,14,547 જેટલી વેરાની રકમ વસુલાત કરવામાં આવી છે. જેમાં ગત ઓગસ્ટ 2021 માસ દરમિયાન કુલ 6,92,77,049 રકમ અને સપ્ટેમ્બર માસમાં 2,24,37,498 જેટલી રકમની વેરા વસુલાત કરવામાં આવી છે. જે હાલમાં ઓક્ટોમ્બર માસની સ્થિતિએ જિલ્લાની કુલ 610 ગ્રામ પંચાયતોમાં બેચરાજી તાલુકા પંચાયત સિવાય 9 તાલુકા પંચાયતોમાં પાછલી 11,69,08,335 રકમની વેરા વસુલાત અને ચાલુ વર્ષની 15,83,45,528 જેટલી રકમની વેરા વસુલાત બાકી છે. હાલમાં કુલ 27,52,53,863 જેટલી વેરા વસુલાત બાકી રહી છે જેમાં બેચરાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત અને બાકી વેરા મામલે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
ટેબલ તાલુકા પંચાયત પ્રમાણે બાકી વેરાની રકમ અને વસુલાત