ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત માટે કુલ 1074 ફોર્મ ભરાયા - MEHSANA

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 10 તાલુકા પંચાયત માટે 216 બેઠક માટે કુલ 883 ફોર્મ ભરાયા હતા. જેમાં પણ ભાજપ માંથી 387 ફોર્મ ભરાયા હતા તો કોંગ્રેસ પાર્ટીમાંથી 369 ફોર્મ ભરાયા હતા.

મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત માટે કુલ 1074 ફોર્મ ભરાયા
મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત માટે કુલ 1074 ફોર્મ ભરાયા

By

Published : Feb 15, 2021, 10:08 AM IST

  • 10 તાલુકા પંચાયત માટે 216 બેઠક માટે કુલ 883 ફોર્મ ભરાયા
  • જિલ્લા પંચાયતમાં 42 બેઠક માટે કુલ 191 ફોર્મ ભરાયા
  • 10 તાલુકા પંચાયત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ

મહેસાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 10 તાલુકા પંચાયત માટે 216 બેઠક માટે કુલ 883 ફોર્મ ભરાયા હતા. જેમાં પણ ભાજપ પાર્ટીમાંથી 387 ફોર્મ ભરાયા તો કોંગ્રેસ પાર્ટીમાંથી 369 ફોર્મ ભરાયા હતા. જો કે, આ બંન્ને મુખ્ય પાર્ટી સિવાય પણ અન્ય પક્ષો જેવા કે, NCP આમ આદમી પાર્ટી સહિતમાંથી 79 ફોર્મ ભરાયા હતા. કોઈ પાર્ટી પર ભરોસો ન કરતા તો ક્યાંક પોતાની આગવી શૈલી રજૂ કરતા ઉમેદવારોએ અપક્ષમાંથી 48 ફોર્મ ભર્યા હતા.

મહેસાણા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ

મહેસાણા જિલ્લા પંચાયતમાં 42 બેઠક માટે કુલ 191 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપમાંથી 78 ફોર્મ ભરાયા હતા. જયારે કોંગ્રેસ માંથી 82 ફોર્મ ભરાયા હતા. જોકે, અન્ય પક્ષો જેવા કે NCP અને AAP સહિતના પક્ષોમાંથી 21 ફોર્મ ભરાયા હતા.તો સાથે જ અપક્ષમાંથી 10 ફોર્મ ભરાયા હતા. મહેસાણા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details